એન્કાઉન્ટર/ જમ્મુ કાશ્મીરનાં પુલવામા સેક્ટરમાં એન્કાઉન્ટર, અજાણ્યા આતંકીઓ ઠાર

જમ્મુ-કાશ્મીરનાં પુલવામામાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ દરમ્યાન સુરક્ષા દળોએ 2 અજાણ્યા આતંકવાદીઓને ઠાર કર્યા હતા.

Top Stories India
11 291 જમ્મુ કાશ્મીરનાં પુલવામા સેક્ટરમાં એન્કાઉન્ટર, અજાણ્યા આતંકીઓ ઠાર
  • જમ્મુ કાશ્મીરનાં પુલવામા સેકટરમાં એન્કાઉન્ટર
  • જમ્મૂ કાશ્મીરમાં આતંકીઓ સાથે અથડામણ
  • પુલવામામાં સુરક્ષાદળો-આતંકીઓ વચ્ચે અથડામણ
  • 2 થી 3 આતંકીઓ છુપાયા હોવાની આશંકા
  • સુરક્ષાદળો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું
  • 2 અજાણ્યા આતંકવાદીઓ ઠાર

જમ્મુ-કાશ્મીરનાં પુલવામામાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ દરમ્યાન સુરક્ષા દળોએ 2 અજાણ્યા આતંકવાદીઓને ઠાર કર્યા હતા. આ માહિતી પોલીસ અધિકારીએ આપી હતી.

વાલીઓની વધી ચિંતા / રાજ્યમાં 26 હજાર વિદ્યાર્થીઓની RTE અરજી રદ, વાલીઓએ કરી રજૂઆત

પુલવામા શહેરમાં સ્થિત જિલ્લા હોસ્પિટલ નજીક આતંકવાદીઓની હાજરી અંગેની માહિતી મળતા સુરક્ષા દળોએ આ વિસ્તારને ઘેરી લીધો હતો અને એક સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું, એમ અધિકારીએ જણાવ્યું હતું. આતંકીઓ સુરક્ષા દળો પર ફાયરિંગ કરતા આ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાયું હતું. આ દળએ ફાયરિંગનો યોગ્ય જવાબ પણ આપ્યો હતો.

ચિંતા કે ઔપચારિકતા? / પેટ્રોલ-ડીઝલનાં વધતા ભાવ પર રામદેવે PM મોદીને યાદ અપાવ્યું તેમનું જુનુ નિવેદન

આપને જણાવી દઈએ કે, આ પહેલા અનંતનાગ જિલ્લામાં સુરક્ષા દળોએ આતંકવાદીઓની હાજરીની બાતમી મળ્યા બાદ દક્ષિણ કાશ્મીર જિલ્લાનાં રાણીપુરા વિસ્તારમાં આવેલા ક્વારીગામ ખાતે કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. અધિકારીએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં સર્ચ દરમ્યાન આતંકવાદીઓએ તેમના ઉપર ફાયરિંગ શરૂ કર્યું હતું. દળોએ જવાબી કાર્યવાહી કરી હતી, એન્કાઉન્ટર શરૂ કર્યું અને ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હહતા. તેમણે જણાવ્યું હતું કે, માર્યા ગયેલા આતંકવાદીઓ અને તેઓ જે સંસ્થાનાં હતા તેની ઓળખ થઈ રહી છે.