Banaskantha/ જેસોરના જંગલમાં પ્રેમી પંખીડાની લાશ મળી આવતા ચકચાર

જેસોરના જંગલમાંથી પ્રેમીપંખીડાની લાશ મળી આવતાં ચકચાર મચી ગઇ છે. શનિવારે બપોરે ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓને દુર્ગંધ આવતાં તપાસ કરતાં પ્રેમીપંખીડાની લાશ જોઇ ચોંકી ઉઠ્યા હતા.

Top Stories Gujarat Others
bk

@ભરત સુંદેશા, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા

  • બે- ત્રણ દિવસ અગાઉ ઝાડે લટક્યા હોવાનું અનુમાન

જેસોરના જંગલમાંથી પ્રેમીપંખીડાની લાશ મળી આવતાં ચકચાર મચી ગઇ છે. શનિવારે બપોરે ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓને દુર્ગંધ આવતાં તપાસ કરતાં પ્રેમીપંખીડાની લાશ જોઇ ચોંકી ઉઠ્યા હતા. ઘટનાને લઇ આસપાસના લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. સમગ્ર મામલે અમીરગઢ પોલીસને જાણ કરાતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં આ લાશ છેલ્લા બે-ત્રણ દિવસથી અહીં લટકતી હોવાનુ મનાઇ રહ્યુ છે.

બનાસકાંઠા જીલ્લાના અમીરગઢ પાસે આવેલ જેસોરના જંગલની અંદર તળેટી વિસ્તારમાં પ્રેમી યુગલની ઝાડ પર લટકતી હાલતમાં લાશ મળી આવી છે.  બપોરના સમયે ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ અહીંથી પસાર થતા ત્યારે તેમને દુર્ગંધ આવતાં તપાસ કરી હતી. આ તરફ યુવક-યુવતી ઝાડની ડાળી સાથે લટકેલી હાલતમાં લાશ મળી આવતાં તેમણે અમીરગઢ પોલીસને જાણ કરી હતી. અમીરગઢ પોલીસ સ્ટેશનની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતાં પ્રાથમિક દ્રષ્ટીએ ઝાડ પર દોરડા વડે ગળેફાંસો ખાઇ પ્રેમીયુગલે આત્મહત્યા કરી હોવાનું માલુમ પડ્યુ છે. આ તરફ મૃતક યુવક પાલનપુર તાલકાના ગઢ ગામનો તુષારભાઇ કેસરભાઇ મકવાણા (ઉ.વ.૧૮) અને મૃતક કિશોરી (ઉ.વ.૧૪ )નું મૂળ વતન દાંતા તાલુકાનુ ગામ છે. જ્યારે પાલનપુરના ગઢ ગામે પણ રહી હોઇ યુવકના સંપર્કમાં આવી હોવાનું મનાય છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, યુવક-યુવતીની લટકતી લાશોની થોડી દૂર એક બાઇક પણ મળી આવ્યું છે. પોલીસે બંને લાશને પીએમ અર્થે ખસેડી મૃતકના વાલીવારસોની તપાસ હાથ ધરી હતી. જેમાં પ્રાથમિક તપાસમાં મૃતકોના નામ સહિતની વિગતો સામે આવી છે. જોકે હજી સુધી પ્રેમી યુગલની આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. જોકે, પોલીસ તપાસ બાદ બંનેની આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો  “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.