Not Set/ “સરદાર પટેલ જો દેશના પહેલાં વડાપ્રધાન બન્યાં હોત તો કાશ્મીરની સમસ્યા જ ઊભી ન થાત” : PM મોદી

દિલ્લી, રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ આપતા પીએમ નરેન્દ મોદીએ લોકસભામાં સંબોધન આપ્યું હતું. લોકસભામાં વિપક્ષના સતત હોબાળા વચ્ચે પણ પીએમ મોદીએ પોતાનું ભાષણ ચાલુ રાખ્યું હતું અને કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ અને નહેરુ-ગાંધી પરિવાર પર પ્રહાર કરતા તેઓએ જણાવ્યું હતું કે, કોંગ્રેસે માં ભારતીના ટુકડા કર્યા છે અને તમારા ઝેરની […]

Top Stories

દિલ્લી,

રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ આપતા પીએમ નરેન્દ મોદીએ લોકસભામાં સંબોધન આપ્યું હતું. લોકસભામાં વિપક્ષના સતત હોબાળા વચ્ચે પણ પીએમ મોદીએ પોતાનું ભાષણ ચાલુ રાખ્યું હતું અને કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ અને નહેરુ-ગાંધી પરિવાર પર પ્રહાર કરતા તેઓએ જણાવ્યું હતું કે, કોંગ્રેસે માં ભારતીના ટુકડા કર્યા છે અને તમારા ઝેરની કિંમત દેશ ચૂકવી રહ્યો છે. નહેરુના જગ્યાએ સરદાર પટેલ દેશના પ્રથમ વડાપ્રધાન હોત તો આજે કાશ્મીરનો મુદ્દો ઉકેલાઈ ગયો હોત એમ પણ તેઓએ જણાવ્યું હતું.

લોકસભામાં પીએમ મોદીએ પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે,

  • રાષ્ટ્રપતિના ભાષણનું સન્માન થવું જોઈએ.
  • વિરોધ માટે હોબાળો કરવો એ યોગ્ય નથી.
  • અટલજીની સરકારમાં ૩ નવા રાજ્યોની રચના થઇ હતી.
  • સરદાર વલ્લભભાઈ પટેલ જો દેશના પહેલાં વડાપ્રધાન બન્યાં હોતો કાશ્મીરની સમસ્યા જ ઊભી ન થાત અને પૂરું કાશ્મીર આપણું જ હોત.
  • દશકાઓ સુધી કોંગ્રેસે પોતાની તમામ ઉર્જા એક જ પરિવારની સેવામાં લગાવી દીધી અને દેશના હિતને એક પરિવારના હિતને થઈને અવગણ્યું હતું.
  • આજે તમારા ઝેરની કિંમત દેશ ચૂકવી રહ્યો છે.
  • જો કોંગ્રેસ જમીન સાથે જોડાયેલી રહી હોત તો આજે તેમની આવી હાલત ન થઈ હોત.
  • કોંગ્રેસે જો સારી નીયત અને યોગ્ય દિશા રાખી હોત તો દેશ આજે જ્યાં છે ત્યાંથી ઘણો જ આગળ હોત.
  • ભારતનું લોકતંત્ર નહેરૂ અને કોંગ્રેસે આપેલું નથી, દેશનું અસ્તિત્વ તેની પહેલાં પણ હતું.
  • કોંગ્રેસના નેતાઓએ એક જ પરિવારના લોકોને પૂજ્યાં છે.
  • વડાપ્રધાને કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે દ્વારા ઉપયોગ કરાયેલી બશીર બદ્રની શાયરીનો ઉલ્લેખ કર્યો હતો જેના જવાબમાં પીએમએ શાબ્દિક હુમલો કરતાં કહ્યું કે, “ઈચ્છા તો થાય છે કે સત્ય બોલીએ, પરંતુ શુ કરીએ હિંમત નથી હોતી.”
  • જે દેશો ભારત પછી આઝાદ થયાં છે તેઓ પણ આપણાંથી વધુ ઝડપથી વિકસિત થયાં છે. કોંગ્રેસે ભારત માતાના ટુકડા કરી દીધાં હતા છતાં લોકોએ તેનો સાથ આપ્યો હતો.
  • આજે આઝાદીના 70 વર્ષ પછી પણ એક દિવસ એવો નથી જતો કે જ્યારે તમારા એ પાપની સજા સવા સો કરોડ હિન્દુસ્તાની ના ભોગવી રહ્યા હોય.
  • વિધવા અને દિવ્યાંગોના નામે કોંગ્રેસે ભ્રષ્ટાચાર કર્યો છે.
  • કોંગ્રેસનું મન નાનું છે તેઓએ ક્યારેય મોટું વિચાર્યું નથી.
  • આધારનો કોંગ્રેસ કેમ વિરોધ કરી રહી છે ?
  • કોંગ્રેસે અમને વિરાસતમાં ખાડા આપ્યા છે.
  • હજી દેશમાં ૨૦ ટકા લોકો અંધારામાં જીવે છે.
  • કોંગ્રેસે એવિએશનના વિકાસ માટે શું કર્યું ?
  • ખડગે જી એ બશીર બદ્રની શાયરી સંભળાવી ‘દુશ્મની જમકર કરો, લેકિન જબ ગુંજાઇશ રહે જબ કભી હમ દોસ્ત હો જાએ તો શર્મિંદા ના હો.’ મોદીએ કોંગ્રેસના નેતાની આ શાયરી પર કટાક્ષ કરતા કહ્યું કે, બશીર બદ્રની શાયરીનો ઉલ્લેખ કર્યો તો સારું હોત કે તેમના પહેલાંવાળા મંતવ્યને પણ યાદ કરી લીધો હોત તો દેશને ખબર પડત કે તમે કયાં ઉભા છો. બશીર બદ્ર એ કહ્યું હતું કે, ‘જી ચાહતા હૈ કિ સચ બોલે કયા કરે હૌસલા નહીં હોતા.’
  • ‘તાનાશાહી નહીં ચલેગી’, ‘જુઠ્ઠું ભાષણ બંધ કરો’ જેવા વિપક્ષની નારેબાજી વચ્ચે પણ તેઓએ પોતાની વાતને દમદાર રીતે વાત મૂકી હતી.. તેમણે કહ્યું કે ‘સાંભળવાની હિંમત જોઇએ મારો અવાજ દબાવા માટે આટલી કોશિષ નિષ્ફળ છે.

મોદી સરકારની સિદ્ધિ જણાવતા તેઓએ જણાવ્યું,

  • પાછલી સરકારમાં ૧૧ કિલોમીટર નેશનલ હાઇવે બનતો હતો આજે ૨૨ કિલોમીટર બની રહ્યો છે. અમારી સરકારના ૩ વર્ષમાં ૧  લાખ ૨૦ કિલોમીટર રસ્તા બન્યા. ૨૦૧૧ થી ૨૦૧૪ સુધીમાં માત્ર ૫૯પંચાયતોમાં ઓપ્ટિકલ ફાઇબલ પહોંચાડ્યું. અમે આવ્યા બાદ આટલા ઓછા સમયમાં ૧ લાખથી વધુ પંચાયતોમાં ઓપ્ટિકલ ફાઇબર પહોંચાડ્યું છે.
  • અમે આધારને વૈજ્ઞાનિક ઢબે લાગુ કર્યું છે.
  • અમારી સરકારે ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય રાખ્યું છે.
  • અમે વચેટીયાઓ પર લગામ લગાવી છે.
  • અમે દેશના મધ્યમ વર્ગની ચિંતા કરીએ છીએ.
  • અમે વીજળીનું ઉત્પાદન વધારવા માટે ભાર આપ્યો છે.
  • સરકાર ઈચ ઓફ ડુઈંગ બિઝનેસ માટે કટિબદ્ધ છે.