Not Set/ “જૂની દારૂની બોટલને નવું લેબલ લગાવીને પેસ કરવામાં આવી” : રાષ્ટ્રપતિના અભિભાષણ પર કોંગ્રેસ

દિલ્લી, સોમવારથી ચાલુ થઇ રહેલા બજેટસત્રની શરુઆત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ સાથે થઇ હતી. રાષ્ટ્રપતિ કોવિંદે સંસદના બંને ગૃહોના સંયુક્ત સત્રને સંબોધતા મોદી સરકારના કાર્યોની પ્રશંસા કરી હતી. મોદી સરકારની પ્રશંસા કરતા તેઓએ જણાવ્યું હતું કે, મોદી સરકાર સામાજિક અને આર્થિક પરિસ્થિતિઓને મજબુત કરવાનુ કામ કરી રહી છે. જો કે રારાષ્ટ્રપતિના અભિભાષણ બાદ વિપક્ષી પાર્ટી કોંગ્રેસે કેન્દ્ર […]

Top Stories

દિલ્લી,

સોમવારથી ચાલુ થઇ રહેલા બજેટસત્રની શરુઆત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ સાથે થઇ હતી. રાષ્ટ્રપતિ કોવિંદે સંસદના બંને ગૃહોના સંયુક્ત સત્રને સંબોધતા મોદી સરકારના કાર્યોની પ્રશંસા કરી હતી. મોદી સરકારની પ્રશંસા કરતા તેઓએ જણાવ્યું હતું કે, મોદી સરકાર સામાજિક અને આર્થિક પરિસ્થિતિઓને મજબુત કરવાનુ કામ કરી રહી છે. જો કે રારાષ્ટ્રપતિના અભિભાષણ બાદ વિપક્ષી પાર્ટી કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. સંસદના નીચલા ગૃહ લોકસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ નિશાન સાધતા કહ્યું, “રાષ્ટ્રપતિના અભિભાષણમાં કઈ પણ નવું નથી. જેમ જૂની દારૂની બોટલને નવું લેબલ લગાવીને પેસ કરવામાં આવી રહી છે, તે જ રીતે આ બધી જૂની યોજનાઓને પેસ કરવામાં આવી રહી છે.

વિપક્ષના નેતાએ વધુમાં જણાવતા કહ્યું, બજેટ સત્રમાં ચર્ચા માટે કોઈ સમય મળશે નહી. સરકાર દ્વારા બીલોને અંતિમ વખત પેસ કરવામાં આવી રહ્યા છે. આ કારણે સંસદમાં લોકતંત્રમાં ઘટાડો થયો છે. આ ઉપરાંત તેઓએ મોદી સરકાર વાતોને ગંભીરતાથી લઇ રહી નથી એવો આક્ષેપ પણ કર્યો હતો.

મહત્વનું છે કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોતાના અભિભાષણમાં જણાવ્યું હતું કે, ત્રિપલ તલાક બીલ, સામાજિક ન્યાય, મહિલાઓ માટે સરકારની નીતિ, ખેડૂતો માટે સરકારનું લક્ષ્યાંક તેમજ બીજી અનેક સરકારની નીતિઓ અંગે જણાવ્યું હતું અને મોદી સરકારની કાર્યોની પ્રશંસા પણ કરી હતી.