Not Set/ ખેડૂતોના દેવાં માફ ન કરે ત્યાં સુધી PM મોદીને ઊંઘવા નહીં દઇએ: રાહુલ ગાંધી

નવી દિલ્હી: કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીએ મંગળવારે સંસદ ની બહાર પત્રકારોની સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ખેડૂતોના દેવાંના પ્રશ્ને હું PM નરેન્દ્ર મોદીને ઉંઘવા નહીં દઉ. સસંદની બહાર પત્રકારોની સાથે વાતચીત કરી રહેલા રાહુલ ગાંધીએ છાતી ઠોકીને જણાવ્યું હતું કે, “કોંગ્રેસે ત્રણ રાજ્યો (રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ)માં વચન મતદારોને વચન આપ્યુ હતું કે, […]

Top Stories India Trending Politics
We will not let PM Modi sleep until he waives the loans of farmers: Rahul Gandhi

નવી દિલ્હી: કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીએ મંગળવારે સંસદ ની બહાર પત્રકારોની સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ખેડૂતોના દેવાંના પ્રશ્ને હું PM નરેન્દ્ર મોદીને ઉંઘવા નહીં દઉ.

સસંદની બહાર પત્રકારોની સાથે વાતચીત કરી રહેલા રાહુલ ગાંધીએ છાતી ઠોકીને જણાવ્યું હતું કે, “કોંગ્રેસે ત્રણ રાજ્યો (રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ)માં વચન મતદારોને વચન આપ્યુ હતું કે, અમે ખેડૂતોની લોન માફ કરી દઇશું અને અમે જીતતાની સાથે જ ખેડૂતોની લોન માફ કરી દીધી છે. હવે PM નરેન્દ્ર મોદી પોતે પણ આ કામ કરે અને સમગ્ર દેશના ખેડૂતોની લોન માફ કરે.”

રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્રની મોદી સરકારે દેશના લોકોની સાચી સમસ્યા તરફ આંખ મિંચામણા કર્યા છે અને માત્ર 15 ઉદ્યોગપતિઓની જ ચિંતા કરી છે. તેમણે સમગ્ર દેશના ખેડૂતોની ચિંતા કરી નથી. અમે ચૂંટણી જીત્યા કે તરત જ અમે આપેલુ વચન પુરુ કર્યુ છે અને ખેડૂતોની લોન માફ કરી દીધી છે. હવે જ્યાં સુધી વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી ખેડૂતોની લોન માફ નહીં કરે ત્યાં સુધી અમે તેમને ઉંઘવા નહીં દઇએ.

કોંગ્રેસ અધ્યક્ષે રાફેલ ડિલ મામલે પણ ભાજપની મોદી સરકાર પર પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે, આ ડિફેન્સ ડિલમાં સરકારે તેના માનીતા ઉદ્યોગપતિઓની માટે પ્રયાસો કર્યા પણ હજ્જારો ખેડૂતોની ચિંતા કરી નથી.

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, હવે અમે દેશના ખેડૂતોના દેવાંના પ્રશ્ને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકારને નિરાંતે ઊંઘવા નહિ દઈએ.