Covid-19/ રાજ્યનાં નિવૃત્ત IAS પુનમચંદ પરમારનાં પરિવારમાં કોરોનાની એન્ટ્રી

ગુજરાતમાં ભલે કોરોનાનાં કેસ ઘટી રહ્યા હોય પણ હજુ તે આપણા જીવનથી દૂર ગયો નથી. તાજેતરમાં રાજ્યનાં એક નિવૃત્ત IAS નાં પરિવારમાં કોરોનાની એન્ટ્રી થઇ છે. જેને લઇને તંત્ર ચિતામાં મુકાઇ ગયુ છે.

Top Stories Gujarat Others
IAS પુનમચંદ પરમાર કોરોના સંક્રમિતો
  • ગુજરાતનાં નિવૃત્ત IASનાં પરિવારમાં કોરોનાની એન્ટ્રી
  • નિવૃત્ત IAS પુનમચંદ પરમારને થયો કોરોના
  • 1985ની બેચનાં IAS છે પુનમચંદ પરમાર
  • પરમાર સહિત પાંચ સભ્યોને થયો કોરોના
  • ઘરે જ સારવાર લઇ રહ્યો છે પરિવાર
  • જૂલાઇ 20માં રિટાયર્ડ થયા હતા પરમાર

ગુજરાતમાં ભલે કોરોનાનાં કેસ ઘટી રહ્યા હોય પણ હજુ તે આપણા જીવનથી દૂર ગયો નથી. તાજેતરમાં રાજ્યનાં એક નિવૃત્ત IAS નાં પરિવારમાં કોરોનાની એન્ટ્રી થઇ છે. જેને લઇને તંત્ર ચિતામાં મુકાઇ ગયુ છે.

આ પણ વાંચો – સાવધાન! / દેશનાં દરિયાકાંઠાનાં વિસ્તારોમાં ‘જવાદ’ વાવાઝોડાની સંભાવના, 95 ટ્રેનોને કરાઇ રદ

આપને જણાવી દઇએ કે, ગુજરાતનાં નિવૃત્ત IAS પુનમચંદ પરમારનાં પરિવારમાં કોરોનાની એન્ટ્રી થઇ ગઇ છે. નિવૃત્ત IAS પુનમચંદ પરમાર સહિત તેમના પરિવારનાં પાંચ સભ્યો કોરોના સંક્રમિત થયા છે. મળી રહેલી માહિતી અનુસાર, તેમનો પરિવાર ઘરે જ સારવાર લઇ રહ્યો છે. જણાવી દઇએ કે, પુનમચંદ પરમાર 1985 ની બેંચનાં IAS છે. તેઓ જુલાઈ 20માં રિટાયર્ડ થયા હતા.

આ પણ વાંચો – સોશિયલ મીડિયા / PM મોદી સહિત ઘણા નેતાઓનાં ટ્વિટર પર ઘટ્યા Followers, CEO ને લોકો કરી રહ્યા છે ફરિયાદ

એક તરફ વિશ્વમાં કોરોનાનાં કેસ અને તેના વેરિઅન્ટ ઓમિક્રોને હાહાકાર મચાવ્યો છે તો બીજી તરફ દેશમાં પણ આ વેરિઅન્ટની એન્ટ્રી થઇ ગઇ છે. ત્યારે સાવચેતી વધુ રાખવી હવે નાગરિકોની જવાબદારી બને છે, પરંતુ હજુ પણ લોકોમાં જાણે કોરોનાનો ડર જ રહ્યો નથી તેમ લોકો બેફામ માસ્ક વિના ફરી રહ્યા છે. અને ખુલ્લેઆમ સરકારની ગાઇડલાઇનને નકારી કોરોનાને એક રીતે આવકારી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં કોરોના વાયરસનાં 9,216 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં સંક્રમણનાં કારણે 391 લોકોનાં મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કુલ 8,612 ડિસ્ચાર્જ થયા છે, કુલ રિકવરી રેટ લગભગ 98.35 ટકા છે જે માર્ચ 2020 પછી સૌથી વધુ છે અને કુલ રિકવરી ડેટા 3,40,45,666 પર પહોંચી ગયો છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…