વિશ્વનું સૌથી સસ્તું શહેર/ અમદાવાદ વિશ્વનું સાતમું સૌથી સસ્તું શહેર બન્યું, જાણો કેવી રીતે ?

ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા એક યાદી જાહેર કરવામાં આવી હતી જે અંતર્ગત તેમણે ‘વર્લ્ડવાઇડ કોસ્ટ ઓફ લિવિંગ સરવે 2021’ હેઠળ અમદાવાદને વિશ્વના 173 દેશોમાંથી અમદાવાદને સાતમો નંબર પ્રાપ્ત થયો છે.

Top Stories Ahmedabad
વિશ્વનું સાતમું સૌથી સસ્તું શહેર અમદાવાદ

અમદાવાદીઓના લક્ષણોની જો વાત કરવામાં આવે તો અમદાવાદીઓ સસ્તું, નમતું,ઉધાર અને મફત શોધનારા અમદાવાદીઓ હોય. સિંધીને ત્યાંથી માલ ખરીદી નફો ચઢાવી વાણીયાને વેચે અને એ પણ સસ્તા ભાવે તે એટલે અમદાવાદી માણસ. ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા એક યાદી જાહેર કરવામાં આવી હતી જે અંતર્ગત તેમણે ‘વર્લ્ડવાઇડ કોસ્ટ ઓફ લિવિંગ સરવે 2021’ હેઠળ અમદાવાદને વિશ્વના 173 દેશોમાંથી અમદાવાદને સાતમો નંબર પ્રાપ્ત થયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, WCOL ઇન્ડેક્સમાં સૌથી મોંઘા શહેર તરીકે ઇઝરાયેલનું તેલ અવીવ શહેર અને સૌથી સસ્તા શહેર તરીકે સીરિયાના દમાસ્કસ શહેરનો સમાવેશ થાય છે. અનુક્રમે આ બંને શહેરને 106 મોંઘા શહેર તરીકે અને સૌથી સસ્તા શહેરને 12 પોઈન્ટ મળ્યા છે. આ ઇન્ડેક્સમાં પાકિસ્તાનના કરાંચી શહેરને 36 પોઈન્ટ મળ્યા છે અને તે 168માં નંબરે આવ્યું છે. ભારતમાંથી અમદાવાદ એક માત્ર શહેર એવું છે કે, જેનો સાતમાં નંબરે સમાવિષ્ટ થયો છે. લિબિયાની રાજધાની ત્રિપોલી બીજા ક્રમે છે, ત્યારબાદ ઉઝબેકિસ્તાનની તાશ્કંદ, ટ્યુનિશિયાની ટ્યુનિસ અને કઝાકિસ્તાનની અલ્માટી ત્રીજા, ચોથા અને પાંચમા સ્થાને છે. પાકિસ્તાનનું કરાચી છઠ્ઠા અને અમદાવાદ સાતમા ક્રમે છે. અલ્જેરિયાની અલ્જિયર્સ, આર્જેન્ટિનાની બ્યુનોસ એરેસ અને ઝામ્બિયાની લુસાકા ટોચના દસમાં આઠમા, નવમા અને દસમા સ્થાને હતી. નવા શહેરોમાંથી લગભગ એક ક્વાર્ટર, જે ગયા વર્ષે રેન્કિંગમાં નહોતા, રહેવા માટે ટોચના 50 સૌથી સસ્તા શહેરોમાં સ્થાન મેળવ્યું હતું.

તેલ અવીવ તેના રાષ્ટ્રીય ચલણ તેમજ પરિવહન અને કરિયાણાના ભાવમાં વધારાને કારણે રેન્કિંગમાં આંશિક રીતે ઉપર આવ્યું છે. આ યાદીમાં પેરિસ અને સિંગાપોર સંયુક્ત રીતે બીજા સ્થાને છે. ત્યારપછી ઝ્યુરિક અને હોંગકોંગ આવ્યા. ન્યુયોર્ક છઠ્ઠા સ્થાને છે. સ્વિત્ઝરલેન્ડનું જીનીવા સાતમા સ્થાને પહોંચી ગયું છે.

નોંધનીય છે કે, ઈકોનોમિક્સ ઈન્ટેલિજન્ટ્સ યુનિટે બુધવારે  પોતાના રિપોર્ટમાં જીવનધોરણ અને પરિવહનમાં થતા ખર્ચમાં વૃદ્ધિ તરફ ઈશારો કર્યો છે.