Not Set/ CBI ઘમસાણ : આલોક વર્માની જાસુસી ? ઘરની બહાર શંકાસ્પદ ગતિવિધિઓના કેસમાં ૪ લોકોને કરાયા એરેસ્ટ

નવી દિલ્લી સીબીઆઈમાં હાલ ચાલી  રહેલી લડાઈ હવે રસ્તા પર ઉતરી આવી છે. ગુરુવાર સવારે સીબીઆઈના ડાયરેક્ટર આલોક વર્માના ઘરની બહારથી ૪ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ દરેક લોકો પર આલોક વર્માના ઘરની બહાર શંકાસ્પદ પ્રવૃત્તિ કરવાનો આરોપ છે. Four people who were seen outside the residence of #AlokVerma (CBI director sent on leave) […]

Top Stories India Trending
aalo CBI ઘમસાણ : આલોક વર્માની જાસુસી ? ઘરની બહાર શંકાસ્પદ ગતિવિધિઓના કેસમાં ૪ લોકોને કરાયા એરેસ્ટ

નવી દિલ્લી

સીબીઆઈમાં હાલ ચાલી  રહેલી લડાઈ હવે રસ્તા પર ઉતરી આવી છે.

ગુરુવાર સવારે સીબીઆઈના ડાયરેક્ટર આલોક વર્માના ઘરની બહારથી ૪ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ દરેક લોકો પર આલોક વર્માના ઘરની બહાર શંકાસ્પદ પ્રવૃત્તિ કરવાનો આરોપ છે.

હાલ દિલ્લી પોલીસે તેમની ધરપકડ કરી છે અને તેમની પુછપરછ કરી રહી છે.

તમને જણાવી દઈએ કે ગુરુવારે સવારે આ ચારેય વ્યક્તિ આલોક વર્માના ઘરની બહાર હંગામો કરી રહ્યા હતા. ત્યારબાદ આલોક વર્માના પર્સનલ બોડીગાર્ડ તે લોકોને પકડીને ઘરની અંદર લઇ આવ્યા અને પુછપરછ ચાલુ કરી હતી.

દિલ્લી પોલીસે આ તમામ શંકાસ્પદ લોકોની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે આ ચારેય વ્યક્તિ સાથે IB (Intelligence Bureau)ના કાર્ડ હતા.

પોલીસ હાલ આ મામલે વધુ જાણકારી મેળવવા પ્રયત્નો કરી રહી છે.

બોડીગાર્ડના નિવેદન પ્રમાણે આ ૪ વ્યક્તિ આલોક વર્માના ઘરની બહાર શંકાસ્પદ પ્રવૃત્તિ કરી રહ્યા હતા.

માત્ર કાર્ડ જ નહી પરંતુ બીજા ઘણા મોબાઈલ ફોન પણ તેમની જોડેથી મળી આવ્યા છે. મળી આવેલ IB (Intelligence Bureau)માં તે લોકો કઈ પોસ્ટ પર  છે તેની જાણકારી આપવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ ૪ લોકો મોદી રાત્રે બે ગાડી લઈને આલોક વર્માના ઘરની બહાર પહોચ્યા હતા.

રાકેશ અસ્થાના તપાસની આડમાં વસૂલીનું રેકેટ ચલાવતા હતા : CBI

લાંચ કાંડમાં ફસાયેલી દેશની ટોચની તપાસ એજન્સી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (CBI) ના બે અધિકારીઓ આલોક વર્મા અને રાકેશ અસ્થાના વચ્ચે ચાલી રહેલા વાંકયુદ્ધનો મામલો હવે કોર્ટ સુધી પહોંચી ચુક્યો છે, ત્યારે હવે CBI દ્વારા પોતાના જ નંબર ૨ અધિકારી રાકેશ અસ્થાના પર આરોપ લગાવવામાં આવ્યો છે.

CBI દ્વારા અસ્થાના પર આરોપ લગાવતા જણાવવામાં આવ્યું છે કે, “તેઓ તપાસની આડમાં વસૂલી રેકેટ ચલાવતા હતા”.

બીજી બાજુ બુધવારે આ મામલે મોદી સરકાર દ્વારા એક્શન લેવામાં આવ્યા છે અને CBI ડાયરેક્ટર આલોક વર્મા અને સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાને રજા પર મોકલી આપવામાં આવ્યા છે. જયારે નાગેશ્વર રાવને CBIની કમાન સોપવામાં આવી છે.

અંગ્રેજી અખબાર ટાઈમ ઓફ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર, “આ વસૂલી રેકેટમાં DSP દેવેન્દ્ર કુમાર પણ શામેલ છે”.

રાજધાની દિલ્હી સ્થિત એક કોર્ટમાં સુનાવણી દરમિયાન CBI દ્વારા જણાવવામાં આવ્યું, “તેઓ દ્વારા FIRમાં વસૂલી રેકેટ સાથે જોડાયેલા માંમલાઓ અંગે જણાવવામાં આવ્યું છે.