તમિલનાડુ/ કોરોનાના ડરથી માતાએ પરિવારને આપ્યું ઝેર,જાણો પછી શું થયું…..

આ મહામારીના લીધે લોકો માનસિક તણાવમાં પણ આવી જાય છે. જેના લીધે લોકો આત્મહત્યા પણ કરી લેતા હોય ચ એવો જ એક કિસ્સો સામે આવ્યો છે,

Top Stories India
corona 8 કોરોનાના ડરથી માતાએ પરિવારને આપ્યું ઝેર,જાણો પછી શું થયું.....

વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આ મહામારીના લીધે લોકો માનસિક તણાવમાં પણ આવી જાય છે. જેના લીધે લોકો આત્મહત્યા પણ કરી લેતા હોય ચ એવો જ એક કિસ્સો સામે આવ્યો છે, તમિલનાડુના મદુરાઇમાં કોરોનાની ઝપેટમાં આવી જવાની ડરના લીધે એક 23 વર્ષીય મહિલાએ પોતાના પરિવારને ઝેર આપી દીધુ હતું જેમાં મહિલા સહિત તેના 3 વર્ષના પુત્રનું મોત નિપજ્યું છે.સંક્રમણના ડરથી મૃતક મહિલાની માતા અને ભાઈઓ સહિત પરિવારના પાંચ સભ્યોએ ઝેર આપી દીધું  હતું. જ્યારે તેમાંથી ત્રણ બચી ગયા હતા, પોલીસના જણાવ્યા અનુસાર  મહિલા અને તેના ત્રણ વર્ષના બાળકનું મૃત્યુ થયું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ મૃતક મહિલાનો પતિ એક દૈનિક વેતન મજૂર હતો તે  ડિસેમ્બરમાં કુદરતી કારણોસર મૃત્યુ પામ્યો હતો  કહેવાય છે કે નાગરાજના મોતથી પરિવારને ઘેરો શોક લાગ્યો હતો.

મૃતક જોતિકા તેની  માતા સાથે રહેતી હતી. જોતિકાએ 8 જાન્યુઆરીએ કોરોના રિપોર્ટ કઢાવ્યો હતો જે પોઝિટિવ આવ્યો હતો ,જેની  માહિતી તેની માતાને આપી હતી , કહેવામાં આવી રહ્યું છે કે પરિવારમાં ચેપ ફેલાવાના ડરથી પરિવારે ઝેર પી લીધું હતું.પડોશીઓએ બીજા દિવસે પોલીસને જાણ કરી, જેઓ પરિવારના ત્રણ સભ્યોને સરકારી હોસ્પિટલમાં લઈ ગયા. જ્યારે પોલીસ આવી ત્યારે જોતિકા અને તેનો પુત્ર મરી ચૂક્યા હતા.

કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે. પોલીસને શંકા હતી કે પરિવારને કોવિડ -19 અને તેના પરિણામોનો ડર હતો, તેથી તેઓએ પોતાનું જીવન સમાપ્ત કરવાનું નક્કી કર્યું. આરોગ્ય અધિકારીઓએ રહેવાસીઓને ગભરાશો નહીં અને તબીબી સહાય મેળવવા વિનંતી કરી છે.