Ashes series/ અંતિમ ઓવરમાં આ ખેલાડી એટલો ડરી ગયો કે ચહેરો છુપાવી દીધો ટી-શર્ટ પાછળ

ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ વચ્ચે સિડનીનાં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચ ડ્રો રહી છે. આ મેચમાં ઈંગ્લેન્ડનાં નીચલા ક્રમનાં પૂંછડીયા બેટ્સમેનોએ જબરદસ્ત ધીરજ બતાવી હતી.

Sports
બેન સ્ટોક્સ

ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ વચ્ચે સિડનીનાં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચ ડ્રો રહી છે. આ મેચમાં ઈંગ્લેન્ડનાં નીચલા ક્રમનાં પૂંછડીયા બેટ્સમેનોએ જબરદસ્ત ધીરજ બતાવી હતી. જણાવી દઇએ કે, આ મેચમાં એક સમયે ઈંગ્લિશ ટીમ આસાનીથી હાર તરફ આગળ વધી રહી હોય તેવું લાગી રહ્યું હતું, પરંતુ જેક લીચ, સ્ટુઅર્ટ બ્રોડ અને ત્યાર બાદ છેલ્લી ઓવરમાં જેમ્સ એન્ડરસને વિકેટ પર પગ જમાવીને યજમાન ટીમને વધુ એક જીતથી વંચિત રાખી હતી.

આ પણ વાંચો – જીવલેણ ઉત્તરાયણ /  ઉતરાયણ પહેલા જ ભરૂચમાં પતંગના દોરાથી ત્રણ લોકોના કપાયા ગળા, એકનું મોત, બે સારવાર હેઠળ

ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG) ખાતે રમાયેલી એશિઝની ચોથી ટેસ્ટ ખરા અર્થમાં ટેસ્ટ ક્રિકેટ સાબિત થઈ. આ મેચમાં અંતે રોમાંચ ચરમસીમાએ પહોંચ્યો હતો. ઈંગ્લેન્ડની 9 વિકેટ પડી હતી. ઓસ્ટ્રેલિયા જીતથી માત્ર એક વિકેટ દૂર હતું જ્યારે ઈંગ્લેન્ડને મેચ ડ્રો કરવા માટે બે ઓવર બાકી હતી. પરંતુ ઈંગ્લેન્ડનાં નીચલા ક્રમનાં બેટ્સમેનો, ખાસ કરીને સ્ટુઅર્ટ બ્રોડ અને જેમ્સ એન્ડરસને તેમનો સંપૂર્ણ અનુભવ લગાવ્યો અને ઈંગ્લેન્ડની હારને ટાળવા માટે છેલ્લી બે ઓવરો ભારે દબાણ હેઠળ બેટિંગ કરી હતી અને મેચ ડ્રો કર્યા પછી એકસાથે પેવેલિયન પરત ફર્યા.

મેચની છેલ્લી ઓવરમાં બધાએ શ્વાસ રોકી રાખ્યા હતા. આવા સમયે ઈંગ્લેન્ડનાં ડ્રેસિંગ રૂમનું વાતાવરણ જોવા જેવું હતું. ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે આ અંતિમ ઓવર ડરતા ડરતા જોઇ હતી. આ અંતિમ ઓવરમાં તેના ધબકારા તેજ થઇ ગયા હતા. તે છેલ્લી ઓવરનો છેલ્લો બોલ જોવા નહોતો માંગતો. છેલ્લા રોમાંચને જોતા સ્ટોક્સનો ડર સમજી શકાય તેમ હતો. છેલ્લા બોલે સ્ટોક્સ એટલો ડરી ગયો હતો કે તે ટી-શર્ટમાં ચહેરો છુપાવીને બેઠો હતો. સ્ટોક્સનાં કેટલાક ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં તે ટી-શર્ટમાં ચહેરો છુપાવીને બેઠો જોવા મળી રહ્યો છે. એવું લાગે છે કે સ્ટોક્સ છેલ્લા બોલ પહેલા જ રડતો જોવા મળે છે.

જણાવી દઇએ કે, અંતિમ ઓવરમાં સ્ટોક્સ બાઉન્ડ્રી લાઇન પર બેઠો હતો. કેમેરાએ સ્ટોક્સ પર ફોકસ કર્યું ત્યારે તે પોતાનો ચહેરો છુપાવી રહ્યો હતો. તેના માટે તેના ધબકારા પર નિયંત્રણ રાખવું મુશ્કેલ બન્યું હશે. ઈંગ્લેન્ડ અહીં જીતવા માટે નહીં પરંતુ હારથી બચવા માટે સંઘર્ષ કરી રહ્યું હતું અને તેણે પોતાનું સર્વસ્વ આપી દીધું હતું. મુલાકાતી ટીમ માટે હાર ટાળવી એ જીતથી ઓછું ન હોતું અને મેચ ડ્રો થતાં જ સ્ટોક્સની આંખો ચમકી ગઈ.