દુર્ઘટના/ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવ પર લક્ઝરી બસમાં લાગી આગ, 35 મુસાફરોનો જીવ….

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ફાલ્કોન ટ્રાવેલ્સની લક્ઝરી બસ ભડકે બળી હતી.અચાનક જ GJ 36 T 9997 નંબરની ફાલ્કોન ટ્રાવેલ્સની બસમાં આગ લાગતા અફરાતફરી સર્જાઇ હતી.

Ahmedabad Gujarat
અમદાવાદ-વડોદરા
  • અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઇવ પર આગ
  • લક્ઝરી બસમાં મોડી રાત્રે લાગી આગ
  • અમદાવાદથી વડોદરા જઇ રહી હતી બસ
  • સમગ્ર ઘટનામાં કોઇ જાનહાનિ નહીં
  • નડીયાદ ફાયરની ટિમે આગ પર મેળવ્યો કાબૂ

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવ પર ખાનગી લક્ઝરી બસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ફાલ્કોન ટ્રાવેલ્સની લક્ઝરી બસ ભડકે બળી હતી.અચાનક જ GJ 36 T 9997 નંબરની ફાલ્કોન ટ્રાવેલ્સની બસમાં આગ લાગતા અફરાતફરી સર્જાઇ હતી.જો કે, બસ સળગતા જ બસચાલક બસ મૂકીને ફરાર થઈ ગયો હતો. ત્યારે બસમાં સવાર તમામ 20 મુસાફરોનો આબાદ બચાવ થયો છે.

મહત્વનું છે કે, આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. આ ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.તો નડીયાદ ફાયરની ટિમ પણ ઘટના સ્થળ પર  પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.ઉલ્લેખનીય છે કે, બસ અમદાવાદથી બોમ્બે જતી હતી.તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઇ હતી.

આગની ઘટનાંની જાણ થતાં એક્સપ્રેસ હાઇ-વે પેટ્રોલિંગની ટીમ દ્વારા અમદાવાદથી વડોદરા તરફ જતો હાઇવે 1 કલાક સુધી બંધ કરાયો હતો. બસમાં કુલ 35 જેટલા મુસાફરો સવાર હતા. સદનસીબે તમામ પેસેન્જરો પોતાનો જીવ બચાવીને સુરક્ષિત બસમાંથી બહાર નીકળી ગયા હતા. આગ લાગતાં બસમાં બેઠેલા પેસેન્જરો બસના દરવાજેથી નીકળ્યા તો અમુક મુસાફરો જીવ બચાવવા બસની બારીમાંથી બહાર છલાંગ લગાવી હતી.

લક્ઝરી બસમાં શોર્ટસર્કિટથી આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઘટનામાં સદનસીબે કોઇ જાનહાની થઈ નથી. પરંતુ મુસાફરોનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો છે. નડિયાદ ફાયર બ્રિગેડને કોલ કરતા તુરંત ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી આગ બુઝવવાની કામગીરી હાથ ધરી હતી. નડિયાદ ફાયર બ્રિગેડની ટીમે બસમાં લાગેલ આગ પર કાબુ મેળવ્યો હતો. સમગ્ર ઘટનાને પગલે નડિયાદ રૂરલ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : રસ્તે જતી મહિલા પર એસિડ એટેક, ચહેરો બાળી બાઇક સવાર રફુચક્કર

આ પણ વાંચો : ટ્રાફિક બ્રિગેડના આઈજી દ્વારા આયોજિત ટ્રાફિક ડ્રાઈવની સૂરસૂરિયું

આ પણ વાંચો :ભગવાન શિવ પાણી અને નંદીએ પીધું દૂધ, વાત ફેલાતાં ભક્તો શિવાલયોમાં ઊમટયાં

આ પણ વાંચો :પુત્રે કરી જન્મદાતાની જ હત્યા, તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી ઉતારી દીધા મોતને ઘાટ