ગુજરાતમાં કાળઝાળ ગરમીના વાતાવરણમાં પલટો જોવા મળી શકે. હવામાન વિભાગ દ્વારા 11થી 13 મે દરમ્યાન કમોસમી વરસાદની આગાહી કરી છે. હાલમાં ગુજરાતમાં મોટાભાગના જિલ્લામાં સરેરાશ 40 ડિગ્રીનું પ્રમાણ જોવા મળે છે. જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે આગામી દિવસમાં તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળી શકે. અત્યારે રાજ્યમાં અંગ દઝાડતી ગરમીનો માહોલ છે. લોકો ગરમીના આકરા તાપમાં બહાર નીકળવાનું ટાળું છે. ત્યારે લોકો વાતાવરણમાં પલટો આવતા લોકોને ગરમીમાંથી રાહત મળી શકે છે.
વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસર
હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં અનેક સ્થાનો પર કમોસમી વરસાદ જોવા મળી શકે. ગુજરાત પર એક સાથે 4 સિસ્ટમ સક્રિય થતા વાતાવરણમાં અચાનક પલટો આવશે. વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરના કારણે 11થી 15 મે સુધી ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 11થી 15 મે સુધી રાજ્યમા પ્રિમોન્સૂન એક્ટિવિટી સક્રિય થતા અનેક ભાગો પર હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે.
આ સ્થાનો પર થશે વરસાદ
રાજ્યમાં આગામી દિવસોમાં વાતાવરણમાં પલટો આવશે. હવામાન વિભાગ દ્વારા વલસાડ, દમણ-દીવમાં હળવો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે દાદરા-નાગર હવેલીમાં વરસાડી ઝાપટું આવવાનું પૂર્વાનુમાન કરાયું છે. 11મી મેના રોજ એટલે કે આજે નર્મદા, તાપી, ડાંગ, વલસાડમાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. જ્યારે 14મીએ સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર, , જામનગર અને રાજકોટમાં કમોસમી વરસાદ જોવા મળી શકે. અને 15મી મેના રોજ તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો: માલદીવ આવ્યુ ઘૂંટણિયે, વિદેશ પ્રધાન મૂસા ઝમીરે માંગી માફી ‘આવી ભૂલ ફરી નહીં થાય’
આ પણ વાંચો: અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી 1 જૂન સુધી મળ્યા વચગાળાના જામીન
આ પણ વાંચો: હેમંત સોરેનને સુપ્રીમ કોર્ટમાંથી ન મળી રાહત, જાણો વચગાળાના જામીન પર આગામી સુનાવણી ક્યારે…
