સ્ટોક માર્કેટ/ રશિયા-યુક્રેન યુદ્ધના કારણે ભારતીય શેરબજાર મોટો કડાકો,સેન્સેક્સ 1450 નિફ્ટી 400 પોઈન્ટ તૂટ્યો

મુંબઈ સ્ટોક એક્સચેન્જના ઈન્ડેક્સ સેન્સેક્સ અને નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે

Top Stories India
6 11 રશિયા-યુક્રેન યુદ્ધના કારણે ભારતીય શેરબજાર મોટો કડાકો,સેન્સેક્સ 1450 નિફ્ટી 400 પોઈન્ટ તૂટ્યો

રશિયા-યુક્રેન યુદ્ધના કારણે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજારમાં ભારે ઘટાડા સાથે ટ્રેડિંગ શરૂ થયું છે. એશિયન શેરબજારોમાં ભારે વેચવાલી અને ક્રૂડ ઓઈલના ભાવમાં રેકોર્ડ ઉછાળાને કારણે મુંબઈ સ્ટોક એક્સચેન્જના ઈન્ડેક્સ સેન્સેક્સ અને નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. ઘટાડાને કારણે સેન્સેક્સ 53,000 પોઈન્ટની નીચે સરકી ગયો છે, જ્યારે નિફ્ટી 16,000 પોઈન્ટની નીચે સરકી ગયો છે. સવારે સેન્સેક્સમાં 1200 પોઈન્ટ્સ અને નિફ્ટીમાં લગભગ 350 પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડિંગ શરૂ થયું છે.

હાલમાં સેન્સેક્સ 1429 પોઈન્ટ એટલે કે 2.71 ટકા ઘટીને 52,904 પર અને નિફ્ટી 421 પોઈન્ટ ઘટીને 15,823 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી બેંકમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સના તમામ 30 શેરો લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે, જ્યારે નિફ્ટીના 50 શેર 46 ઘટાડાની સાથે લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે અને ચાર શેર લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે.