Not Set/ વાયુ ઇફેક્ટ હવે ઉત્તર ગુજરાતમાં પણ,પાટણ-પાલનપુરમાં NDRFની બે ટીમો તૈનાત

કચ્છ, કચ્છ બાજુ સ્થિર થયેલું વાયુ વાવાઝોડું હવે ઉત્તર ગુજરાતને પણ ધમરોળી શકે છે.કચ્છ અને પોરબંદર બાજુ ડીપ ડિપ્રેશનમાં ફેરવાયેલ વાયુના કારણે રાજ્યના અનેક તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે. વાયુના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં તો હજુ ખતરો મડાયો છે પરંતુ હવે ઉત્તર ગુજરાતમાં પણ તેણે પગ પેસારો કર્યો છે.ઉત્તર ગુજરાતમાં ઝરમરથી માંડી અડધો ઇંચ વરસાદ […]

Top Stories Gujarat Others Videos
yge 5 વાયુ ઇફેક્ટ હવે ઉત્તર ગુજરાતમાં પણ,પાટણ-પાલનપુરમાં NDRFની બે ટીમો તૈનાત

કચ્છ,

કચ્છ બાજુ સ્થિર થયેલું વાયુ વાવાઝોડું હવે ઉત્તર ગુજરાતને પણ ધમરોળી શકે છે.કચ્છ અને પોરબંદર બાજુ ડીપ ડિપ્રેશનમાં ફેરવાયેલ વાયુના કારણે રાજ્યના અનેક તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે.

વાયુના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં તો હજુ ખતરો મડાયો છે પરંતુ હવે ઉત્તર ગુજરાતમાં પણ તેણે પગ પેસારો કર્યો છે.ઉત્તર ગુજરાતમાં ઝરમરથી માંડી અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. જો કે, હજુ પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે સાવચેતીના ભાગરૂપે એનડીઆરએફની  1-1 ટીમ સ્ટેન્ડ બાય રખાઇ છે.

સોમવારે સાંજે 6 વાગ્યા સુધીમાં ઇડરમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે ડીસા અને તલોદમાં 3 મીમી, સરસ્વતી, દિયોદર અને હિંમતનગરમાં 2 મીમી વરસાદ નોંધાયો હતો.

બીજી તરફ મંગળવારે સવારે કચ્છના દરિયાકાંઠે વાયુ નજીક પહોંચતા ડીપ ડિપ્રેશન એટલે કે હવાના ઊંડા દબાણના કારણે ઉત્તર ગુજરાતના પાટણ અને બનાસકાંઠામાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

હવામાન ખાતાની આગાહીના કારણે સાવચેતીરૂપે પાટણમાં એનડીઆરેફના 25 જવાનોની ટીમ અને પાલનપુરમાં 33 જવાનોની ટીમને તૈનાત કરાઇ છે.

પાલનપુર ખાતે આવેલી ટીમના કમાન્ડન્ટ રાઘવાએ જણાવ્યું હતું કે, ભારે વરસાદ અને વાવાઝોડાની મુસીબતને પહોંચી વળવા ટીમના જવાનો લાઇફ જેકેટ, બોટ, વુડન કટર સહિતના સાધનો સાથે પાલનપુરમાં 3 દિવસ માટે સ્ટેન્ડ બાય રહેશે.