Not Set/ સુરત: સેવન ડે સ્કૂલ ફી વધારો કરવા જીદ પર,વાલીઓનો હંગામો ચાલુ

સુરત, સ્કૂલોમાં ફીને લઇને છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં કચકાટ ચાલી રહ્યો છે. ત્યારે સુરતમાં ફરી સ્કુલની ફી વધારાનો મુદ્દો સામે આવ્યો છે. સુરતમાં આવેલ સેવન ડે સ્કુલમાં એકદમથી ફી વધારો કરવામાં આવતા વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને બીજા દિવસે પણ વાલીઓ શાળાના ગેટની બહાર વિરોધ પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા. આપને જણાવીએ કે […]

Top Stories Gujarat Surat
yge 2 સુરત: સેવન ડે સ્કૂલ ફી વધારો કરવા જીદ પર,વાલીઓનો હંગામો ચાલુ

સુરત,

સ્કૂલોમાં ફીને લઇને છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં કચકાટ ચાલી રહ્યો છે. ત્યારે સુરતમાં ફરી સ્કુલની ફી વધારાનો મુદ્દો સામે આવ્યો છે. સુરતમાં આવેલ સેવન ડે સ્કુલમાં એકદમથી ફી વધારો કરવામાં આવતા વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને બીજા દિવસે પણ વાલીઓ શાળાના ગેટની બહાર વિરોધ પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા.

આપને જણાવીએ કે વિરોધ કરતા વાલીઓએ અન્ય વિદ્યાર્થીઓને વિનંતી કરી સ્કૂલમાં ભણવા ના  જવા અટકાવ્યા અને કહ્યું કે જ્યા સુધી શાળા સંચાલકો ફી ઓછી નહિ કરશે ત્યાં સુધી બાળકોને શાળામાં નહિ આવે.

yge 4 સુરત: સેવન ડે સ્કૂલ ફી વધારો કરવા જીદ પર,વાલીઓનો હંગામો ચાલુ

સેવન ડે સ્કુલની ફીમાં કરવામાં આવ્યો વધારો
સુરતમાં સેવન ડે ICSC બોર્ડની શાળામાં એકદમથી જ 10થી 17 હજાર રૂપિયા જેટલો વધારો કરાતા વાલીઓ વિરોધ કરી રહ્યા છે. વાલીઓ હાથમાં પોસ્ટર અને બેનરની સાથે વહેલી સવારથી શાળાના ગેટની બહાર વિરોધ પ્રદર્શન કરતા જોવા મળી રહ્યા હતા. સ્કુલ દ્રારા  10થી 17  હજાર રૂપિયા જેટલો વધારો કરાતા વાલીઓ વિરોધ કરી રહ્યા છે.

yge 3 સુરત: સેવન ડે સ્કૂલ ફી વધારો કરવા જીદ પર,વાલીઓનો હંગામો ચાલુ

સુરતના અઠવાલાઇન્સ સ્થિત સેવન-ડે સ્કૂલની ફીમાં રૂા.17 હજાર સુધીનો વધારો કરાતા વાલીઓએ હંગામો મચાવતા પોલીસ બોલાવવી પડી હતી

રોષે ભરાયેલા વાલીઓએ જણાવ્યું કે, રૂા.૨૫ હજારની ફી વધારીને રૂા.૪૨ હજાર સુધી કરવામાં આવી છે. જુનિયર કે.જી.થી લઇને ધોરણ-12 સુધીના વિવિધ ધોરણોમાં રૂા.10 થી 17 હજારનો ફી વધારો કરાયો છે.