Singapore News: વિદેશ મંત્રી એસ. જયશંકરે આતંકવાદ મુદ્દે પાકિસ્તાનની આકરી ટીકા કરી છે. સિંગાપોરમાં વિદેશ મંત્રીએ કહ્યું હતું કે પાકિસ્તાન એક “ઉદ્યોગ” તરીકે આતંકવાદને પ્રોત્સાહિત કરી રહ્યું છે. ભારત આતંકવાદની સમસ્યાને નજરઅંદાજ કરવાના પક્ષમાં બિલકુલ નથી. સિંગાપોરની ત્રણ દિવસની મુલાકાતે આવેલા જયશંકરે નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ સાઉથ એશિયન સ્ટડીઝ (ISAS) ખાતે તેમનું પુસ્તક ‘વાય ઈન્ડિયા મેટર્સ’ પર વ્યાખ્યાન સત્ર પછી યોજાયેલા પ્રશ્ન-જવાબ સત્ર દરમિયાન આ ટિપ્પણી કરી હતી.
પાકિસ્તાન સાથેના ભારતના સંબંધો અંગેના પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું, “દરેક દેશ સ્થિર પડોશી ઇચ્છે છે. જો બીજું કંશુંજ નહીં તો તમે ઓછામાં ઓછું શાંત પડોશી તો ઇચ્છો છો.” અહીં આ કિસ્સામાં એવું નથી. તેમણે વધુ જણાવતા કહ્યું કે, પાકિસ્તાન ભારત વિરુદ્ધ આતંકવાદને પ્રાયોજિત કરી રહ્યું છે. “તમે એવા પાડોશી સાથે કેવી રીતે વ્યવહાર કરશો જે ખુલ્લેઆમ એ હકીકતને સ્વીકારે છે કે તે શાસનના સાધન તરીકે આતંકવાદનો ઉપયોગ કરે છે,” તેમણે પૂછ્યું.
જયશંકરે કહ્યું કે આ એકવાર થનારી ઘટના નથી. પરંત વારેઘડીએ એક જ પ્રકારની ઘટના બનતી જઈ રહી છે. તેમણે ક્રયું સકે મારી પાસે કોઈ ત્વરિત સમાધાન નથી. પરંતુ હું તમને બતાવી શકું છું કે ભારત આ સમસ્યાને નજરઅંદાજ નહીં કરી શકે.
આ પણ વાંચોઃ Surat/ સુરતના ભાજપના કોર્પોરેટરનું હાર્ટ એટેકથી અવસાન
આ પણ વાંચોઃ પ્રેમી પંખીડાએ બાળક સાથે આત્મહત્યા કરી, આપઘાત પહેલા સેલ્ફી મિત્રોને મોકલી
આ પણ વાંચોઃ AAP Protest/ દિલ્હીમાં ‘આપ’ ઓફિસ બંધ કરવામાં આવી, ચૂંટણી પંચને ફરિયાદ કરાશે