ચૂંટણી પરિણામ/ યુપી રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના તમામ 8 ઉમેદવાર જીત્યા,સમાજવાદી પાર્ટીના એક ઉમેદવારની હાર

ઉત્તર પ્રદેશની રાજ્યસભાની 10 બેઠકો માટે થયેલી ચૂંટણીના પરિણામો સામે આવ્યા છે. રાજ્યસભાની ચૂંટણીમાં યુપીમાંથી ભાજપના તમામ આઠ ઉમેદવારો જીત્યા છે.

Top Stories India
12 5 યુપી રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના તમામ 8 ઉમેદવાર જીત્યા,સમાજવાદી પાર્ટીના એક ઉમેદવારની હાર

ઉત્તર પ્રદેશની રાજ્યસભાની 10 બેઠકો માટે થયેલી ચૂંટણીના પરિણામો સામે આવ્યા છે. રાજ્યસભાની ચૂંટણીમાં યુપીમાંથી ભાજપના તમામ આઠ ઉમેદવારો જીત્યા છે. જ્યારે બે બેઠકો પર સપાના ઉમેદવારો જીત્યા છે.મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ચૂંટણી જીતેલા ભાજપના તમામ ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા છે. ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું, “આજે અમારા તમામ આઠ ઉમેદવારો જીત્યા છે. હું દરેકને અભિનંદન આપું છું અને જો બે સપાના ઉમેદવારો જીત્યા છે તો હું તેમને પણ અભિનંદન આપું છું.”યુપીમાં રાજ્યસભાની 10માંથી 8 બેઠકો જીત્યા બાદ ઉત્તર પ્રદેશ ભાજપના નેતાઓ અને કાર્યકરોએ લખનૌમાં ઉજવણી કરી હતી.ઉત્તર પ્રદેશમાંથી રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપે મોટી જીત નોંધાવી છે. પાર્ટીએ આઠ ઉમેદવારો ઉભા રાખ્યા હતા અને તે તમામ જીત્યા હતા. સમાજવાદી પાર્ટીના ત્રણ ઉમેદવારો હતા પરંતુ એક હાર્યો હતો. પાર્ટીના ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું અને શાસક પક્ષના ઉમેદવારને મત આપ્યો. ક્રોસ વોટિંગ દ્વારા જ ભાજપના આઠમા ઉમેદવાર સંજય સેઠનો વિજય થયો હતો, જેમને ભાજપ વિપક્ષી ધારાસભ્યોના “અંતરાત્માનો અવાજ” ગણાવી રહી છે.

 

રાજ્યસભાની ચૂંટણીમાં કોને કેટલા મત મળ્યા?
સુધાંશુ ત્રિવેદી- 38 મત

આરપીએન સિંઘ- 37

તેજવીર સિંહ- 38 મત

નવીન જૈન- 38 મત

રામજી લાલ- 37 મત

સાધના સિંહ- 38 મત

સંગીતા બળવંત – 38 મત

અમરપાલ મૌર્ય- 38 મત

આલોક રંજન- 19 મત

જયા બચ્ચન- 41 મત