Not Set/ ક્રિકેટની પીચ પર 22 વર્ષ બાદ અઝહરે પુત્ર સાથે ભાગીદારી કરીને ટીમને વિજ્ય અપાવ્યો, વીડિયો વાયરલ

ભારતના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનને કાંડાના જાદુગર તરીકે ઓળખવામાં આવતા હતા. અઝહર તેમની બેટિંગ દરમિયાન ખૂબ જ સ્ટાઇલિશ હતા

Top Stories Sports
7 13 ક્રિકેટની પીચ પર 22 વર્ષ બાદ અઝહરે પુત્ર સાથે ભાગીદારી કરીને ટીમને વિજ્ય અપાવ્યો, વીડિયો વાયરલ

ભારતના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનને કાંડાના જાદુગર તરીકે ઓળખવામાં આવતા હતા. અઝહર તેમની બેટિંગ દરમિયાન ખૂબ જ સ્ટાઇલિશ હતા. તેમની બેટિંગ કૌશલ્ય જોવા માટે ફેન્સ સ્ટેડિયમમાં આવતા હતા. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટને ભારત માટે તેની છેલ્લી મેચ જૂન 2000માં પાકિસ્તાન સામે રમી હતી. હવે 22 વર્ષ બાદ અઝહરની બેટિંગ જોવા મળી છે. અઝહર યુએઈમાં રમાઈ રહેલા ફ્રેન્ડશિપ કપ 2022માં ઈન્ડિયા લિજેન્ડ્સ તરફથી રમી રહ્યા છે. આ ટુર્નામેન્ટમાં સૌથી મહત્વની વાત એ છે કે અઝહરનો પુત્ર અસદુદ્દીન (મોહમ્મદ અઝહરુદ્દીન પુત્ર અસદુદ્દીન) પણ રમી રહ્યો છે. ટૂર્નામેન્ટમાં બોલિવૂડ કિંગ્સ સામેની મેચમાં અઝહર અને અસદે એકસાથે બેટિંગ કરી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

 

 

ટૂર્નામેન્ટની ત્રીજી મેચમાં ઇન્ડિયા લિજેન્ડ્સની ટીમ 2 રને જીતી હતી, જેમાં અઝહર અને અશાદે શાનદાર 62 રનની ભાગીદારી કરી હતી. આ મેચમાં અઝહરે 31 અને અસદુદ્દીને 22 રન બનાવ્યા હતા. સાનિયા મિર્ઝાના પિતા ઈમરાન મિર્ઝાએ પિતા-પુત્રની બેટિંગનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વીડિયોમાં અઝહરનો દીકરો લાંબી સિક્સર મારતો જોવા મળી રહ્યો છે. પિતા-પુત્રીની બેટિંગ જોઈને ચાહકો ખુબ ખુશ થયા હતા.

 

Instagram will load in the frontend.

બોલિવૂડ કિંગ્સ મેચની વાત કરીએ તો, અશદે 24 બોલમાં 22 રનની ઇનિંગ રમી જેમાં 1 ફોર અને 1 સિક્સ સામેલ હતી, આ સિવાય અઝહરે 28 બોલમાં 31 રન બનાવ્યા જેમાં 3 શાનદાર ફોરનો સમાવેશ થાય છે. પહેલા રમતા ઈન્ડિયા લિજેન્ડ્સે 10 ઓવરમાં 2 વિકેટે 83 રન બનાવ્યા, ત્યારબાદ બોલિવૂડ કિંગ્સે 10 ઓવરમાં 6 વિકેટે 81 રન બનાવ્યા

અઝહરે અગાઉ વર્લ્ડ લિજેન્ડ્સ સામેની મેચમાં પણ તેની બેટિંગ કુશળતા બતાવી હતી અને 19 બોલમાં 13 રન બનાવીને અણનમ રહ્યા હતા. જો કે અઝહરે પોતાની ઈનિંગમાં માત્ર 1 સિક્સર ફટકારી હતી, પરંતુ તેમની બેટિંગ સ્ટાઈલ જોઈને ચાહકો અતીતમાં ડુબી ગયા હતા. લોકોને 90ના દશકની યાદ આવી ગઈ, જ્યારે અઝહર પોતાની બેટિંગથી વાહ વાહી લૂંટી હતી