IND vs ENG/ ઈંગ્લેન્ડનાં ખેલાડીઓએ મેદાન પર જે તણાવ ઉભો કર્યો તેણે અમને જીતવામાં મદદ કરીઃ કોહલી

ભારતીય ટીમે સોમવારે લોર્ડ્સ ખાતે ઐતિહાસિક વિજય નોંધાવ્યો છે. મેચનાં ચોથા દિવસે ટીમ ઇન્ડિયા મુશ્કેલીમાં મુકાઇ હતી.

Sports
કોહલી

ભારતીય ટીમે સોમવારે લોર્ડ્સ ખાતે ઐતિહાસિક વિજય નોંધાવ્યો છે. મેચનાં ચોથા દિવસે ટીમ ઇન્ડિયા મુશ્કેલીમાં મુકાઇ હતી. એવુ લાગી રહ્યુ હતુ કે હવે ભારતીય ટીમ કોઇ મોટો ટાર્ગેટ આપી શકશે નહી. ત્યારે જ  મોહમ્મદ શમી (56 *) અને જસપ્રીત બુમરાહ (34 *) વચ્ચે 89 રનની અણનમ ભાગીદારી થઇ હતી, જેણે ટીમ ઈન્ડિયા પર હારનાં સંકટને ઈંગ્લેન્ડ તરફ નમાવી દીધુ હતુ. ત્યારબાદ, ભારતીય ઝડપી બોલરોએ, જબરદસ્ત બોલિંગનું પ્રદર્શન કરતા, ઈંગ્લેન્ડની ટીમને બીજા દાવમાં માત્ર 120 રનમાં સમેટી લીધી હતી અને મેચ 151 રનથી જીતી લીધી હતી.

1 159 ઈંગ્લેન્ડનાં ખેલાડીઓએ મેદાન પર જે તણાવ ઉભો કર્યો તેણે અમને જીતવામાં મદદ કરીઃ કોહલી

આ પણ વાંચો – Cricket / શું હવે રાશિદ ખાન-મોહમ્મદ નબી IPL 2021 નાં ​​બીજા તબક્કામાં રમી શકશે ખરા?

આપને જણાવી દઇએ કે, હવે ટીમ ઇન્ડિયા આ 5 મેચની સીરીઝમાં 1-0થી આગળ છે. મેચ જીત્યા બાદ કેપ્ટન વિરાટ કોહલીએ આ જીતનો શ્રેય સમગ્ર ટીમને આપ્યો છે. તેણે ખાસ કરીને બુમરાહ અને શમીની ખૂબ પ્રશંસા કરી હતી, જેમણે બોલ તેમજ બેટ સાથે નોંધપાત્ર યોગદાન આપ્યું હતુ. આ સિવાય વિરાટ કોહલીએ મેદાનમાં તણાવનો પણ ખાસ ઉલ્લેખ કર્યો હતો. વિરાટે કહ્યું કે, રમત સિવાય ઈંગ્લેન્ડનાં ખેલાડીઓએ મેદાન પર જે તણાવ ઉભો કર્યો હતો તેણે અમને જીતવામાં વધુ મદદ કરી. ટીમનાં તમામ ખેલાડીઓ આ મેચ જીતવા માટે આતુર હતા.

1 160 ઈંગ્લેન્ડનાં ખેલાડીઓએ મેદાન પર જે તણાવ ઉભો કર્યો તેણે અમને જીતવામાં મદદ કરીઃ કોહલી

આ પણ વાંચો – IND vs ENG / બુમરાહ અને જોસ બટલર વચ્ચે થઇ બોલાચાલી, વિરાટ અને રોહિત થયા ગુસ્સે, Video

ભારતીય કેપ્ટને કહ્યું, ‘ભારતીય ટીમને આ જીત બાદ હવે ગર્વનો અનુભવ થઇ રહ્યો છે. મેચનાં 5 માં દિવસે પિચ પર બોલરો માટે કોઈ ખાસ મદદ નહોતી. પરંતુ જે રીતે ટીમ ઈન્ડિયાનાં બોલરોએ બોલિંગ કરી અને તેઓ તેમની યોજના પર અડગ રહ્યા તે પ્રશંસનીય છે. અમે બીજી ઇનિંગમાં જે રીતે બેટિંગ કરી હતી. ખાસ કરીને જસપ્રીત અને શમીએ તે આશ્ચર્યજનક કહી શકાય. અમને વિશ્વાસ હતો કે અમે તેમને 60 ઓવરમાં ઓલઆઉટ કરીશું અને અમે તે કર્યું. તેમણે અમને વધુ જીતવામાં મદદ કરી. અમને અમારી જીત પર ગર્વ છે.