હવામાન વિભાગ/ રાજય માં ૧૯ ઓગસ્ટ પછી આ વિસ્તારોમાં વરસાદ ખાબકશે

રાજય માં હવામાન વિભાગની આગાહી અુસાર બંગાળની ખાડી પર આજથી એક લો પ્રેશર સર્જાઈ રહ્યું છે.

Gujarat Others
mach 6 રાજય માં ૧૯ ઓગસ્ટ પછી આ વિસ્તારોમાં વરસાદ ખાબકશે

રાજ્યમાં છેલ્લા બે  અઠવાડિયા થી  વરસાદ વરસતો નથી .  જેમને લઈને  ખેડુતોમાં  ચિંતા સતાવી રહીં છે  ત્યારે  રાહતની વાત એ છે કે  રાજય માં   હવામાન વિભાગ દ્વારા   રાજ્યના  મોટાભાગના જિલ્લાઓમાં ગુરૂવારથી શનિવાર સુધી ભારેથી અતિભારે વરસાદ વરસી શકે તેવી આગાહી કરવામાં આવી છે .  રાજય માં હવામાન વિભાગની આગાહી અુસાર બંગાળની ખાડી પર આજથી એક લો પ્રેશર સર્જાઈ રહ્યું છે. જે હવે પશ્ચિમ તરફ આગળ વધી શકે છે.  જેમના લીધે વરસાદ આવવાની આગાહી કરવામાં આવી રહી છે .

આ પણ વાંચો :વરરાજાએ તેના લગ્નમાં માથાથી પગ સુધી લાંબો સેહરા પહેર્યો , તમે જોઈને ચોંકી જશો

હવામાન વિભાગ અનુસાર ગુરૂવારે નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણમાં ભારે, જ્યારે અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, આણંદ, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, પંચમહાલ અને ખેડામાં મધ્યમ વરસાદ વરસી શકે છે.તેમજ ક્રવારે ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણમાં ભારે, જ્યારે અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, સાબરકાંઠા, અરવલ્લીમાં મધ્યમ વરસાદ વરસી શકે છે. શનિવારે ભરૂચ, સુરત, વલસાડ, તાપીમાં ભારે, તો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં મધ્યમ વરસાદ વરસી શકે છે.

આ પણ વાંચો :યુએસ એરફોર્સના ઉડતા વિમાનમાંથી ત્રણ લોકો પડ્યા, દેશ છોડવા માટે ટાયર પર બેઠા હતા

આ સિવાય કેટલાક જિલ્લામાં ગુરૂવારથી શનિવાર સુધી 41થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફુંકાઈ શકે છે. ગુજરાતના જે જિલ્લામાં વરસાદની 50 ટકાથી વધુ ઘટ છે. તેમાં અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ, સાબરકાંઠા, તાપી, વડોદરા, ગીર સોમનાથ, જૂનાગઢ, કચ્છ અને સુરેંદ્રનગરનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે .