નવસારી/ આડા સંબંધના વહેમમાં આવી પ્રેમીએ પ્રેમિકા સાથે કર્યું એવું કે તે જાણીને…

પ્રેમીને તેની પ્રેમિકાનાં અન્ય કોઈક સાથે પ્રેમ સંબંધ હોવાની શંકા હતી. સતત શંકાને કારણે બંનેની વચ્ચે વારંવાર ઝઘડાઓ થવા લાગ્યા હતા

Gujarat Others
a 220 આડા સંબંધના વહેમમાં આવી પ્રેમીએ પ્રેમિકા સાથે કર્યું એવું કે તે જાણીને...

આજના યુગમાં અનેક યુગલો પ્રેમમાં બંધાતા હોય છે, પરંતુ આ દરમિયાન ક્યારેય એવા કેટલા બનાવો બનતા હોય છે, તે જાણીને અપને પણ હચમચી જઈએ છીએ. આ જ પ્રકારની એક ચર્ચિત ઘટના નવસારી જીલ્લાના ચીખલીમાંથી સામે આવી છે, જ્યાં એક પ્રેમીએ આડ સંબંધના વહેમમાં આવી પોતાની પ્રેમિકાની હત્યા કરી નાખી છે.

આ પણ વાંચો :સુરતમાં વધુ એક 3 વર્ષની માસૂમ બની હવસખોરનો શિકાર

આ પણ વાંચો :પેટલાદમાં દુષ્કર્મનો બનાવ બનતા પોલીસ ફરિયાદ દાખલ, ચાર ઈસમો ફરાર

નવસારીના ચીખલી નજીક આવેલા થાલા ગામની હદમાંથી એક અજાણી મહિલાની લાશ મળતા ચકચાર મચી જવા પામ્યો હતો, ત્યારબાદ આ મૃતદેહ અંગે ચીખલી પોલીસે તપાસ હાથ ધરી હતી અને એમાં સામે આવ્યું હતું કે, આડા સબંધના વહેમમાં પ્રેમી સાથે લિવ ઈન રિલેશનમાં રહેતી પ્રેમિકાની ગળું દબાવીને પ્રેમીએ હત્યા કરી છે.

આ પણ વાંચો :મોરબીમાં હોટલની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયો , ચાર યુવતીની ધરપકડ

આ અંગે મળતી માહિતી મુજબ, ચીખલીમાં રહેતી એક યુવતી અર્જુન પટેલ નામના યુવક સાથે છેલ્લા ઘણા સમયથી તેની સાથે લિવ ઈનમાં રહેતી હતી. પરંતુ શિલાને અન્ય કોઈક સાથે પ્રેમ સંબંધ હોવાની તેને શંકા હતી. સતત શંકાને કારણે અર્જુન અને શિલા વચ્ચે વચ્ચે વારંવાર ઝઘડાઓ પણ થતા હતા.

આ દરમિયાન ગત 21 જૂનના રોજ બપોરના સમયે અર્જુન તેની પ્રેમિકા શિલાને લઈને થાલા ગામની હદમાં ગયો હતો, જ્યાં બંન્નેએ દેશી દારૂનુ સેવન કર્યું હતું અને નાસ્તો કર્યા બાદ અર્જુને શિલાનુ દબાવી દઈ તેની હત્યા કરી દીધી હતી. આ ઘટના સામે આવ્યા બાદ હવે ચીખલી પોલીસે પ્રેમીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : કોરોનાએ અનેક દંપતીના લગ્ન જીવન બગાડયા, વેજલપુર પોલીસ સ્ટેશનમાં 18 ફરિયાદ નોંધાઇ