Surat/ ગાંધી જયંતિના ભાગરૂપે સુરતમાં સફાઈ અભિયાન હાથ ધરાયુ

2 ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિની સમગ્ર દેશ સાથે વિશ્વભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણી પહેલા બાપૂને અનોખી શ્રદ્ધાંજલી આપવા માટે પ્રધાનમંત્રી દ્વારા સમગ્ર દેશને એક કલાક સ્વચ્છતા માટે શ્રમદાન આપવાની અપીલ કરવામાં આવી હતી.

Gujarat Surat
Mantavyanews 56 ગાંધી જયંતિના ભાગરૂપે સુરતમાં સફાઈ અભિયાન હાથ ધરાયુ

Surat News: ગાંધી જયંતિના ભાગરૂપે વડાપ્રધાન દ્વારા નાગરિકોને એક અનોખો કોલ ટુ એક્શન આપવામાં આવ્યો છે. પ્રધાનમંત્રીએ ‘મન કી બાત’ના 105મા એપિસોડમાં 10 વાગે સ્વચ્છતા માટે 1 કલાક શ્રમદાન માટે અપીલ કરી હતી. શ્રમદાનની પ્રધાનમંત્રી દ્વારા અપીલ કરવામાં આવતા આજે સુરત મહાનગરપાલિકા દ્વારા શ્રમદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારી સાંસદ સી આર પાટીલે શ્રમદાન કર્યું હતું.

આવતીકાલે 2 ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિની સમગ્ર દેશ સાથે વિશ્વભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણી પહેલા બાપૂને અનોખી શ્રદ્ધાંજલી આપવા માટે પ્રધાનમંત્રી દ્વારા સમગ્ર દેશને એક કલાક સ્વચ્છતા માટે શ્રમદાન આપવાની અપીલ કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવેલી અપીલને સમગ્ર રાષ્ટ્રના લોકો દ્વારા ઝીલી લેવામાં આવી છે.

Untitled 4 ગાંધી જયંતિના ભાગરૂપે સુરતમાં સફાઈ અભિયાન હાથ ધરાયુ

ત્યારે સુરત શહેર મહાનગરપાલિકા દ્વારા પણ સુરત શહેરના નાવડી ઓવારાને સ્વચ્છ બનાવવા માટે એક કલાક સ્વચ્છતા માટે શ્રમદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમમાં જપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારી સાંસદ સી આર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પોતે પણ સ્વચ્છતા માટે શ્રમદાન કર્યું હતું.સી આર આટીલ દ્વારા તમામ ધારાસભ્યો મનપાના પદાધિકારીઓ સહિત સુરતીઓને સ્વચ્છતા માટે શ્રમદાન કરવા માટે અપીલ કરી હતી.

Untitled 5 ગાંધી જયંતિના ભાગરૂપે સુરતમાં સફાઈ અભિયાન હાથ ધરાયુ

સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સી આર પાટીલ સહિત ધારાસભ્યો, મનપાના પદાધિકારીઓ, અધિકારીઓ વગેરે હાજર રહ્યા હતા.પ્રધાનમંત્રી દ્વારા 15 દિવસ સુધી સ્વચ્છતા પખવાડિયું ઉજવવા માટેની અપીલ કરવામાં આવી છે. સુરત શહેર સમગ્ર દેશબરમાં સ્વચ્છતા માટે બીજા ક્રમાંકે આવે છે.

 તેમ છતાં પણ પ્રધાનમંત્રીની અપીલને ધ્યાને લઈને 15 દિવસ સુધી સતત સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવશે. સુરત મનપાના કમિશનર શાલીની અગ્રવાલ દ્વારા પણ સ્વચ્છતા માટે શ્રમદાન કરવામાં આવ્યું હતું.. તેમણે પણ સ્વચ્છતા માટેના શ્રમદાનમાં સુરતીઓને જોડાવવા માટે અપીલ  કરાઈ હતી.પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવેલી પહેલને ધ્યાને લઈને સુરતીઓ મોટી સંખ્યામાં શ્રમદાન કરવા માટે આગળ આવી રહ્યા છે. આજે સુરત શહેરમાં વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા માટે શ્રમદાન કરીને સુરતને વધુ સ્વચ્છ બનાવવા માટે પ્રયાસ કરાયો હતો.


આ પણ વાંચો:સુરતના આ વિસ્તારમાં ગણેશ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના, 5 વર્ષના બાળકનું

આ પણ વાંચો:ભાદરવી પૂનમના મેળામાં ઉમટ્યા લાખો માઈભક્તો, ચીકીના પ્રસાદને નકાર્યો

આ પણ વાંચો:સુરતમાં સરકારી અનાજના કાળા બજારીનો પર્દાફાશ

આ પણ વાંચો:દિનેશ દાસાની UPSCના સભ્ય તરીકે વરણી, PM મોદીનો માન્યો આભાર