શ્રદ્ધાંજલિ/ સ્વ. પૂર્વ મુખ્યમંત્રી ચીમન પટેલની શ્રદ્ધાંજલિ સભામાં કોંગ્રેસના નેતાઓ જ ગેરહાજર

સ્વ. પૂર્વ મુખ્યમંત્રી ચીમન પટેલની શ્રદ્ધાંજલિ સભામાં કોંગ્રેસના નેતાઓ જ ગેરહાજર

Gujarat Others
bansuri 12 સ્વ. પૂર્વ મુખ્યમંત્રી ચીમન પટેલની શ્રદ્ધાંજલિ સભામાં કોંગ્રેસના નેતાઓ જ ગેરહાજર

@વિરેન મહેતા, અમદાવાદ 

ગુજરાત રાજ્યના પૂર્વ પાટીદાર મુખ્યમંત્રી સ્વ. ચીમનભાઈ પટેલની આજે પુણ્યતિથી છે. જે નિમિત્તે આજે ગાંધીનગર નર્મદા ઘાટ ખાતે એક શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના રાજ્યસભાના સાંસદ નરહરીભાઈ અમીન અને કોંગ્રેસ નેતા સિદ્ધાર્થ પટેલ હાજર રહ્યા હતા. સાથે આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જો કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓ કે ધારાસભ્ય સમ ખાવા પૂરતા પણ હાજરી આપી નાં હતી. ગુજરાત રાજકારણમાં કોંગ્રેસનો પાયાનો પથ્થર કહી શકાય એવા ચીમનભાઈ આજે કોંગ્રેસમાં જ ભૂલી ગયા છે.

સ્વ.ચીમન પટેલને શ્રદ્ધાંજલી આપવા આવેલા પૂર્વ ગૃહ મંત્રી અને હાલ ભાજપ ના રાજ્ય સભાના સાંસદ નરહરિ અમીને જણાવ્યું હતું કે, સ્વ.ચીમનભાઈ મારા રાજકીય ગુરુ હતા. તેમની પાસે થી હું રાજકારણ અને સમાજ જીવન વિશે ઘણું બધું શીખ્યો છું. આજ ની શ્રદ્ધાંજલિ સભામાં કોઈ નેતા દેખાયા નહીં. તે મુદે જણાવ્યું હતું કે કેમ નથી આવ્યા તેનું મને પણ દુઃખ છે.

bansuri 13 સ્વ. પૂર્વ મુખ્યમંત્રી ચીમન પટેલની શ્રદ્ધાંજલિ સભામાં કોંગ્રેસના નેતાઓ જ ગેરહાજર

ઉલ્લેખનીય છે કે ગુજરાતના રાજકારણમાં પટેલોનો દબદબો છે. અને તે જગ જાહેર છે. ચીમનભાઈ પટેલ. રાજ્યના બે વખત મુખ્યમંત્રી બન્યા પરંતુ બન્ને વખત પોતાની ખુરશી બચાવી શક્યા ના હતા. ૧૯૬૭માં ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે ચુંટાયા અને ૧૯૭૩માં પ્રથમવાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. 1974માં નવનિર્માણ આંદોલન બાદ તેમને પોતાની સત્તા ગુમાવવી પડી હતી. એ સમયે તેઓ કોંગ્રેસમાં હતા. સરકાર પાડવામાં અને સરકાર બનાવવાના માહિર ખેલાડી હતા ચીમનભાઈ પટેલ.

bansuri 14 સ્વ. પૂર્વ મુખ્યમંત્રી ચીમન પટેલની શ્રદ્ધાંજલિ સભામાં કોંગ્રેસના નેતાઓ જ ગેરહાજર

કેટલાક વર્ષો પછી ધમાકેદાર કમબેક કર્યું. ૪ માર્ચ, ૧૯૯૦ના રોજ, જનતા દળ-ભારતીય જનતા પાર્ટીની ગઠબંધનવાળી સરકારમાં મુખ્યમંત્રી બન્યા. જે જનતા દળ અને ભારતીય જનતા પાર્ટીની સંયુક્ત સરકાર હતી. ૨૫ ઓક્ટોબર, ૧૯૯૦માં ગઠબંધનમાં ભંગાણ પડ્યું અને તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ૩૪ ધારાસભ્યોનો ટેકો લઈ પોતાની સરકાર બચાવવામાં સફળ રહ્યા. ચીમનભાઈ પટેલે તેમના કાર્યકાળ દરમિયાન અનેક સાહસિક નિર્ણયો લીધા હતા. જેનાથી ઔધોગિક ક્ષેત્રે ગુજરાતની પ્રગતિ થઇ હતી. ગુજરાતના બંદરો, રિફાઇનરીઓ અને વીજ પ્લાન્ટોમાં ખાનગી કંપનીઓ સાથે ભાગીદારી શરૂ કરીને ગુજરાતના વિકાસ માટે પાયો નાંખવાનો શ્રેય ચીમનભાઈ પટેલને જાય છે.  હૃદયરોગના હુમલાથી ૧૭ ફેબ્રુઆરી, ૧૯૯૪ના રોજ ચીમનભાઈ પટેલનું અવસાન થયું હતું.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ