online/ “જે પોષતું તે મારતું એ ક્રમ દિસે કુદરત” જાણીલે જો આવી છે ઓનલાઇન શિક્ષણની સાઇડ ઇફેક્ટ 

ડિજિટલ યુગની કોરોના કાળ પહેલાં ફક્ત વાતો જ થતી હતી.પરંતુ કોરોનાએ તમામ આર્થિક કે પછી સામાજિક વ્યવહારોનું ચિત્ર બદલી કાઢ્યું છે. એટલે કે કોરોના કાળમાં હવે શિક્ષણ ઓનલાઇન માધ્ય

Top Stories Gujarat Others
online education "જે પોષતું તે મારતું એ ક્રમ દિસે કુદરત" જાણીલે જો આવી છે ઓનલાઇન શિક્ષણની સાઇડ ઇફેક્ટ 

@ માનસી પટેલ, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

ડિજિટલ યુગની કોરોના કાળ પહેલાં ફક્ત વાતો જ થતી હતી.પરંતુ કોરોનાએ તમામ આર્થિક કે પછી સામાજિક વ્યવહારોનું ચિત્ર બદલી કાઢ્યું છે. એટલે કે કોરોના કાળમાં હવે શિક્ષણ ઓનલાઇન માધ્યમ દ્વારા જ શક્ય બન્યું છે. કોરોના કાળમાં સાચા અર્થમાં હવે ડિજિટલ યુગની શરૂવાત થઈ ગઈ છે. છેલ્લા 10 મહિનાઓથી શાળાઓ બંધ છે, બંધ મતલબ કે શૈક્ષણિક કાર્ય નહીં. પરંતુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું શાળાએ આવવું બંધ છે. શાળા કોલેજોમાં કોરોના કાળથી જ વિધાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવે છે. જેનાથી વિધાર્થીઓમાં હવે ઓનલાઇન શિક્ષણની સાઈડ ઇફેક્ટ જોવા મળી રહી છે

Exclusive / ગુજરાત જો સમૃદ્ધ રાજ્ય છે તો બેરોજગારી કેમ છે…? “On The Spot” – કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ડો.અમીબેન યાજ્ઞિક

Staying Healthy at Home: Online Learning for Kids

  • ઓનલાઇનની સાઇડ ઇફેક્ટ 
  • ઓનલાઇન ક્લાસની સાઇડ ઇફેક્ટ જોવા મળી
  • ઓનલાઇન ક્લાસની હાજરીમાં ઘટાડો આવ્યો
  • કંટાળ્યા પ્રાથમિક સ્કૂલોના બાળકો
  • પહેલા 90 ટકા હાજરી, હવે ઘટીને 60થી 70 ટકા હાજરી

કોરોનાકાળમાં હજી સુધી શાળા કોલેજોના તાળા ખુલ્યા નથી. ત્યારે છેલ્લા 10 મહિનાઓથી વિધાર્થીઓ શિક્ષણ માટે ઓનલાઇન પ્લેટફોર્મ પર નિર્ભર થયા છે. ઓનલાઇન ક્લાસની શરુઆતમાં 85થી 90 ટકા વિધાર્થીઓની હાજરી જોવા મળતી હતી. ત્યારે હવે 60થી 70 ટકા જ બાળકો ઓનલાઇન ક્લાસમાં હાજર રહે છે. પ્રાથમિક સ્કૂલોના બાળકોને અભ્યાસમાં હવે રસ ઓછો થવા લાગ્યો છે.

5 advantages of Online Education | Acer for Education

  • ઓનલાઇન ક્લાસને હવે થયા 7 મહિના
  • બાળકોની સાથે શિક્ષકો પણ કંટાળ્યા

છેલ્લા 7 મહિનાથી ઘરે જ બેસીને અભ્યાસ કરતા બાળકો, હવે ઓનલાઇન શિક્ષણથી કંટાળી ગયા છે. કોરોના પહેલા શાળાએ જઈને દોસ્તો-મીત્રો સાથે મજાક મસ્તી કરતા બાળકોને હવે જુના દિવસો યાદ આવી રહ્યા છે. બીજી તરફ બાળકોને ઓનલાઇન ક્લાસમાં સતત ઇનવોલ રાખી ન શકતા હોવાથી બાળકો ઘરે એકલા સતત કલાકો સુધી ભણી નથી શકતા.

Farmers Protest / ખેડુતોની કૃષિ કાયદાઓ રદ કરવાની ચર્ચા કરવા માંગે, 14મી થી શરૂ…

How Effective Can Online Education Turn Out in India?

આંખોમાં દુઃખાવાની ફરિયાદ

આંખોમાં દુખવું અને માથું દુખવું જેવા નિત નવા બહનાઓ બતાવે છે. પરિણામે ઓનલાઇન શિક્ષણથી બાળકો હવે દૂર ભાગે છે અને ભણવા માટે હવે નીરસ થતા જાય છે..બીજી તરફ વધુ ઓનલાઇન શિક્ષણથી બાળકોના ચશ્માંના નંબર પણ વધી રહ્યા છે.

ફી માટે જ ઓનલાઇન શિક્ષણ હોવાનો વાલીઓનો મત

શિક્ષકોને પણ હવે બાળકો સામે ન હોવાથી ટીચિંગમાંથી રસ ઓછો થતો જાય છે. જો આવી જ પરિસ્થિતિ રહેશે તો બાળકોના અભ્યાસ પર માઠી અસર થશે. આવનારા દિવસોમાં ઓન લાઈન કલાસીસ શરૂ જ રાખવાના હશે તો બાળકોને રસ પડે તેવી નવી પદ્ધતિ હવે અમલમાં મુકવી પડશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…