Not Set/ સંજય માંજરેકરે WTC ફાઈનલમાં જાડેજાની પસંદગી પર ઉઠાવ્યા સવાલ

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ WTC ફાઈનલ રમાઈ હતી જેમા ન્યુઝીલેન્ડની ટીમે શાનદાર 8 વિકેટે જીત મેળવી ઈતિહાસ રચ્યો છે.

Sports
11 8 સંજય માંજરેકરે WTC ફાઈનલમાં જાડેજાની પસંદગી પર ઉઠાવ્યા સવાલ

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ WTC ફાઈનલ રમાઈ હતી જેમા ન્યુઝીલેન્ડની ટીમે શાનદાર 8 વિકેટે જીત મેળવી ઈતિહાસ રચ્યો છે. જે બાદ ટીમ ઈન્ડિયા સતત ટીકાનો સામનો કરી રહી છે. હવે સંજય માંજરેકરે આ મેદાને એન્ટ્રી કરી છે.

11 9 સંજય માંજરેકરે WTC ફાઈનલમાં જાડેજાની પસંદગી પર ઉઠાવ્યા સવાલ

ક્રિકેટ ન્યૂઝ / ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ફાઈનલ મેચમાં ઈશાંત શર્મા ઈજાગ્રસ્ત, આંગળીઓમાં આવ્યા ટાંકા

સંજય માંજરેકરે રવિન્દ્ર જાડેજાનાં ટીમમાં સ્થાન પર ઉઠાવ્યો સવાલ

આપને જણાવી દઇએ કે, સંજય માંજરેકરનું માનવુ છે કે, ન્યુઝીલેન્ડ સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ મેચમાં ભારતે બે સ્પિનરોને રમાડીને મોટી ભૂલ કરી છે. ખાસ કરીને તેમણે રવિન્દ્ર જાડેજા પર નિશાન સાધ્યુ હતુ. જાડેજાએ મેચમાં એક વિકેટ લીધી હતી અને બંને ઇનિંગ્સમાં અનુક્રમે 15 અને 16 રન બનાવ્યા હતા. કારણ કે ટીમ ઈન્ડિયા એક ખાસ સ્કોર બનાવવામાં નિષ્ફળ ગઈ હતી. ઓલરાઉન્ડરની પસંદગી પર માંજરેકરે કહ્યું હતું કે, જાડેજાને બેટ્સમેન તરીકે રમાડવાનું એક જુગાર હતું. ઈએસપીએન ક્રિકઇન્ફો પર સંજય માંજરેકરે કહ્યું કે, ‘તમે ટીમમાં નિષ્ણાંત ખેલાડીઓની પસંદગી કરો છો, જો તમને લાગે કે પિચ સુકાયેલી છે કે ટર્ન લઇ રહી છે, તો તમે જાડેજાને ટીમમાં ડાબોડી સ્પિનર ​​તરીકે સામેલ કરો છો, તે સમજી શકાય છે. પરંતુ એક બેટ્સમેન તરીકે ટીમમાં તેની પસંદગી, મને લાગે છે કે ટીમને તેનાથી ઘણુ નુકસાન થયુ છે.’ સંજય માંજરેકરે વધુમાં કહ્યું કે, ‘ભારતે એક ખેલાડીને તેની બેટિંગ માટે પસંદ કર્યો હતો અને તે રવિન્દ્ર જાડેજા હતો. તેને ટીમમાં પસંદ કરવાનું કારણ તેની લેફ્ટ આર્મ સ્પિન ન હોતુ. તેની બેટિંગ માટે તેને પસંદ કરવામાં આવ્યો હતો અને હું હંમેશા તેની વિરુદ્ધમાં રહ્યો છું. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં જાડેજાનાં પ્રદર્શન વિશે વાત કરીએ તો, તેમણે પ્રથમ ઇનિંગ્સમાં 15 રન બનાવ્યા અને 7.2 ઓવર ફેંકી. આ દરમ્યાન જાડેજાએ ટિમ સાઉથીને આઉટ કર્યો હતો. બીજી ઇનિંગમાં જાડેજા માત્ર 16 રન બનાવ્યા હતા અને આઉટ થયો હતો.’

11 10 સંજય માંજરેકરે WTC ફાઈનલમાં જાડેજાની પસંદગી પર ઉઠાવ્યા સવાલ

નિષ્ફળતા / ન્યુઝીલેન્ડ વિરુદ્ધ હાર બાદ કોહલીનું વિરાટ કદ ઘટ્યું, કેપ્ટનશીપ ઉપર ઉઠી રહ્યા છે સવાલ

સંજય માંજરેકર અને રવિન્દ્ર જાડેજા વચ્ચેનો વિવાદ કોઇથી છુપાયેલો નથી

ઉલ્લેખનીય છે કે, ટીમ ઈન્ડિયાનાં પૂર્વ ક્રિકેટર અને પ્રખ્યાત કોમેંટેટર સંજય માંજરેકર અને સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા વચ્ચેનો વિવાદ કોઈથી છુપાયેલો નથી. વર્ષ 2019 નાં વર્લ્ડ કપ દરમ્યાન સંજય માંજરેકરે જાડેજાને Bits and pieces ક્રિકેટર ગણાવ્યો હતો, જેનો વર્તમાન વિશ્વનાં નંબર વન ટેસ્ટ ઓલરાઉન્ડરે ટ્વિટર દ્વારા જવાબ આપ્યો હતો. તાજેતરમાં જ સંજય માંજરેકરની ટ્વિટર યુઝર સાથેની ચેટ વાયરલ થઈ હતી, જેમાં તેમણે કહ્યું હતું કે, જાડેજાને અંગ્રેજી નથી આવડતું. હવે સંજય માંજરેકરે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ માટે ટીમ ઈન્ડિયામાં રવિન્દ્ર જાડેજાની પસંદગી અંગે સવાલો ઉભા કર્યા છે.

majboor str 24 સંજય માંજરેકરે WTC ફાઈનલમાં જાડેજાની પસંદગી પર ઉઠાવ્યા સવાલ