નિધન/ પાકિસ્તાન પૂર્વ અમ્પાયર અસદ રઉફનું અવસાન, ભારતે લગાવ્યો હતો પ્રતિબંધ

ICCના ભૂતપૂર્વ અમ્પાયર અને પાકિસ્તાનના ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર અસદ રઉફનું નિધન થયું છે. તેઓ 66 વર્ષના હતા. તેમના મૃત્યુની જાણકારી ભાઈ તાહિર રઉફે આપી હતી

Top Stories Sports
17 5 પાકિસ્તાન પૂર્વ અમ્પાયર અસદ રઉફનું અવસાન, ભારતે લગાવ્યો હતો પ્રતિબંધ

ICCના ભૂતપૂર્વ અમ્પાયર અને પાકિસ્તાનના ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર અસદ રઉફનું નિધન થયું છે. તેઓ 66 વર્ષના હતા. તેમના મૃત્યુની જાણકારી ભાઈ તાહિર રઉફે આપી હતી. કાર્ડિયાક અરેસ્ટને કારણે તેમનું મૃત્યુ થયું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે તે લાહોરમાં પોતાની દુકાન બંધ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે જ તેને છાતીમાં દુખાવો થયો, જેના પછી તેમનું મોત થયું. ઉલ્લેખનીય છે કે બીસીસીઆઈ દ્વારા તમામ પ્રકારના ક્રિકેટમાં અમ્પાયરિંગ પર પ્રતિબંધ લગાવ્યા બાદ અસદ રઉફ લાહોરના બજારમાં કપડા અને શૂઝની સેકન્ડ હેન્ડ દુકાન ચલાવતો હતો.

અસદ રઉફને 170 આંતરરાષ્ટ્રીય મેચોમાં અમ્પાયરિંગનો અનુભવ હતો. જેમાં 49 ટેસ્ટ, 23 T20I અને 98 ODI સામેલ છે. આ સિવાય તેણે 15 ટેસ્ટ મેચમાં ટીવી અમ્પાયરની ભૂમિકા પણ ભજવી હતી. અસદ રઉફની અમ્પાયરિંગ કારકિર્દી 2000 થી 2013 સુધી ચાલી હતી. આ દરમિયાન, તે ICCની એલિટ પેનલના સભ્ય પણ હતા.રઉફની અમ્પાયરિંગ સફર 1998માં જ શરૂ થઈ હતી. પરંતુ આંતરરાષ્ટ્રીય મેચોમાં તે પ્રથમ વખત વર્ષ 2000માં પાકિસ્તાન વિરુદ્ધ શ્રીલંકા વચ્ચે રમાયેલી મેચમાંથી થઈ હતી. ત્યાર બાદ 4 વર્ષ પછી એટલે કે 2004 માં, તે ક્ષણ આવી જ્યારે રૌફને ICC દ્વારા તેની આંતરરાષ્ટ્રીય પેનલમાં સામેલ કરવામાં આવ્યો.