અમેરિકા પહોંચેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી ભારતીય જનતા પાર્ટીની સાથે રાષ્ટ્રીય સ્વયં સેવક પર પ્રહારો કર્યા છે. તેમણે આરએસએસ પર સંસાધનોને નિયંત્રિત કરવાનો આરોપ લગાવ્યો છે. ખાસ વાત એ છે કે તાજેતરની બ્રિટનની મુલાકાત દરમિયાન પણ તેમણે સંઘ પર આવા જ આરોપ લગાવ્યા હતા. તેમણે એજન્સીઓના ઉપયોગનો મુદ્દો ઉઠાવ્યો હતો અને ભાજપ સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા.
ભારત જોડો યાત્રાને રોકવા માટે ષડયંત્રનો આરોપ
સાન ફ્રાન્સિસ્કો પહોંચેલા કોંગ્રેસ નેતાએ આરોપ લગાવ્યો કે ભારતમાં એજન્સીઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને લોકોને ધમકીઓ આપવામાં આવી રહી છે. તેમણે ભારતમાં રાજકારણ કરવું અત્યંત મુશ્કેલ ગણાવ્યું હતું. રાહુલે કહ્યું, ‘ભાજપ લોકોને ધમકાવી રહી છે અને સરકારી એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે.’
આ દરમિયાન રાહુલે ‘ભારત જોડો’ યાત્રાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે ભાજપે યાત્રાને રોકવાનો પ્રયાસ કર્યો હતો અને પોલીસ અને એજન્સીઓનો પક્ષ વિરુદ્ધ ઉપયોગ કર્યો હતો. તેમણે કહ્યું કે લોકો સાથે જોડાવા માટે અમને જે પણ સંસાધનોની જરૂર છે તે ભાજપ અને આરએસએસ દ્વારા નિયંત્રિત છે અને તેથી જ અમે ભારત જોડો યાત્રા કરી.
રાહુલે કહ્યું કે મને લાગે છે કે જો પીએમ મોદીને ભગવાનની સામે બેસવાનું કહેવામાં આવશે, તો તેઓ ભગવાનને સમજાવવાનું શરૂ કરશે કે બ્રહ્માંડમાં શું ચાલી રહ્યું છે. ભગવાન પણ તેમણે શું બનાવ્યું છે તે અંગે મૂંઝવણમાં આવશે. ભારતમાં આ જ ચાલી રહ્યું છે. ભારતમાં કેટલાક એવા લોકો છે જે બધું જ જાણે છે. જ્યારે તેઓ વૈજ્ઞાનિકો પાસે જાય છે, ત્યારે તેઓ તેમને વિજ્ઞાન વિશે કહે છે, જ્યારે તેઓ ઇતિહાસકારો પાસે જાય છે, ત્યારે તેઓ તેમને ઇતિહાસ વિશે જણાવે છે. તેઓ દરેકને સૈન્યને યુદ્ધ વિશે, એરફોર્સમાં ઉડાન વિશે બધું કહે છે. પણ સાચી વાત એ છે કે તેઓ કંઈ સમજતા નથી. કારણ કે જો તમે કોઈની વાત સાંભળવા માંગતા નથી, તો તમે તેના વિશે કંઈપણ જાણી શકતા નથી.
રાહુલનો કાર્યક્રમ
રાહુલ વોશિંગ્ટનમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધશે અને ધારાસભ્યો અને સંસ્થાઓ સાથે જોડાયેલા લોકો સાથે બેઠક કરશે. 52 વર્ષીય કોંગ્રેસ નેતા ભારતીય-અમેરિકનોને સંબોધશે અને વોલ સ્ટ્રીટના અધિકારીઓ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરશે તેવી અપેક્ષા છે. તેઓ 4 જૂને ન્યૂયોર્કમાં જાહેર કાર્યક્રમ સાથે તેમનો પ્રવાસ સમાપ્ત કરવાના છે. આ વાર્તાલાપ ન્યૂયોર્કના જેવિટ્સ સેન્ટરમાં થશે.
આ પણ વાંચો:PM મોદીએ કંબોડિયાના રાજા સાથે મુલાકાત કરી, દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાની આપી ખાતરી આપી
આ પણ વાંચો:કર્ણાટકમાં સિદ્ધારમૈયા સરકારે કર્મચારીઓને આપી મોટી ભેટ,મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો કર્યો વધારો
આ પણ વાંચો:ભારત 4 જુલાઈએ વર્ચ્યુઅલ રીતે SCO સમિટની યજમાની કરશે, આ દેશોને આપવામાં આવ્યું આમંત્રણ
આ પણ વાંચો:દેશમાં 40 મેડિકલ કોલેજોની માન્યતા રદ કરવામાં આવી,જાણો