ભારત સરકારે દેશની 40 મેડિકલ કોલેજો પર મોટી કાર્યવાહી કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ કોલેજો ગુજરાત, આસામ, પુડુચેરી, તમિલનાડુ, પંજાબ, આંધ્રપ્રદેશ, ત્રિપુરા અને પશ્ચિમ બંગાળની છે. આ કોલેજોમાં અનેક પ્રકારની ખામીઓ જોવા મળી હતી. આ પછી નેશનલ મેડિકલ કમિશને આ કોલેજોની માન્યતા રદ કરવાનો નિર્ણય લીધો હતો.
સૂત્રોએ જણાવ્યું કે દેશમાં કુલ 150 એવી કોલેજો છે, જેના પર આગામી સમયમાં નજર પડી શકે છે. જો આ કોલેજો ધોરણ પ્રમાણે નહીં ઊભી થાય તો તેમની માન્યતા પણ રદ કરવામાં આવશે. નેશનલ મેડિકલ કમિશન (NMC)ને આ કોલેજોમાં તપાસ દરમિયાન બાયોમેટ્રિક હાજરી, સીસીટીવી કેમેરા, ફેકલ્ટી જેવી ખામીઓ જોવા મળી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ કોલેજોમાં છેલ્લા એક મહિનાથી તપાસ ચાલી રહી હતી. આ પછી NMCએ આ પગલું ભર્યું. સૂત્રોએ જણાવ્યું હતું કે મેડિકલ કોલેજો ચલાવવા માટે નક્કી કરાયેલા ધોરણોનું આ કોલેજોમાં પાલન કરવામાં આવ્યું ન હતું. કેમેરા ઇન્સ્ટોલ કરવામાં સમસ્યા હતી. બાયોમેટ્રિક સુવિધા યોગ્ય રીતે કામ કરતી ન હતી. તપાસ દરમિયાન ફેકલ્ટીઓમાં ઉણપ જોવા મળી હતી.સૂત્રોએ જણાવ્યું કે મેડિકલ કોલેજો પાસે અપીલ કરવાનો સમય છે. માન્યતા રદ થયાના 30 દિવસની અંદર તેઓ NMCમાં પ્રથમ અપીલ ફાઇલ કરી શકે છે. જો તેની અપીલ અહીં ફગાવી દેવામાં આવે તો તે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયનો સંપર્ક કરી શકે છે.