સુનાવણી/ લખીમપુર હિંસા મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી,નિષ્પક્ષ તપાસની માંગ માટે PIL કરાઇ હતી

લખીમપુર ખીરી વિસ્તારમાં 3 ઓક્ટોબરે થયેલી હિંસા મામલે આજે સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે.આ હિંસામાં 4 ખેડૂતો અને એક પત્રકાર સહિત કુલ 10 લોકો માર્યા ગયા હતા.

Top Stories India
suprime 2 લખીમપુર હિંસા મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી,નિષ્પક્ષ તપાસની માંગ માટે PIL કરાઇ હતી

ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી વિસ્તારમાં 3 ઓક્ટોબરે થયેલી હિંસા મામલે આજે સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે.આ હિંસામાં 4 ખેડૂતો અને એક પત્રકાર સહિત કુલ 10 લોકો માર્યા ગયા હતા. અદાલતે આ મામલાની જાતે નોંધ લીધી અને છેલ્લી સુનાવણીમાં તપાસમાં અસંતોષકારક પ્રગતિ માટે ઉત્તરપ્રદેશ પોલીસની કડી ટીકા પણ કરી.ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં કેન્દ્રીય મંત્રીનો પુત્ર પણ મુખ્ય આરોપીઓમાંનો એક છે.

કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાને લખીમપુર ખીરીના ટીકુનિયા ગામની ઘટનામાં આરોપી બનાવ્યાના છ દિવસ બાદ પોલીસે ધરપકડ કરી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ પર પણ પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો હતો અને યુપી સરકારને તેના રાજ્યના પોલીસ વડાને નિર્દેશ આપવા જણાવ્યું હતું કે અન્ય કોઈ એજન્સી તપાસ હાથ ધરે તે સુનિશ્ચિત કરે.

લખીમપુર ખીરી ઘટનામાં યોગી આદિત્યનાથ સરકારે એક વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના કરી છે જે આ મામલાની તપાસ કરી રહી છે. એસઆઈટીએ મંગળવારે એક એસયુવી પાસે ઉભેલા છ લોકોની તસવીરો બહાર પાડી. ટીમે ખાતરી આપી છે કે આ લોકો વિશે માહિતી આપનારાઓની વિગતો જાહેર કરવામાં આવશે નહીં અને માહિતી આપનારને યોગ્ય ઈનામ આપવામાં આવશે

લખીમપુર ખેરી હિંસા કેસમાં અત્યાર સુધી આશિષ મિશ્રા સહિત 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ખેડૂતોનો આરોપ છે કે મિશ્રા એક વાહનમાં હાજર હતા જેણે ઘટના દરમિયાન લોકોના સમૂહને કચડી નાખ્યો હતો. જો કે, કેન્દ્રીય મંત્રીના પુત્રએ આ આરોપને નકારી કાઢયો છે અને દાવો કર્યો છે કે તે સમયે તે બંબીરપુર ગામમાં એક કુસ્તીના કાર્યક્રમમાં હાજરી આપવા માટે હાજર હતો.