Not Set/  દેશની એકતા અંગે ડોભાલના સુચનનો અમલ થશે ખરો ?

હવે દુશ્મન દેશ પણ સમાજો વચ્ચેની એકતા તોડી શકે તેવા ભય સામે સાવધ રહેવું જરૂરી : સમાજના લોકો વચ્ચે ધર્મ અને જ્ઞાતિના નામે તિરાડ પાડનારા રાષ્ટ્રવાદી તો નથી જ

India Trending
navsari 5  દેશની એકતા અંગે ડોભાલના સુચનનો અમલ થશે ખરો ?

દેશના સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ તાજેતરમાં એક કાર્યક્રમને સંબોધતા કહયુ કે યુદ્ધ માત્ર બે દેશની સેના વચ્ચે જ થઈ શકે તેવું નથી. કોઈ પણ દેશને યુધ્ધ પોસાતું પણ નથી. અઘરૂં પણ પડે છે.ભારત જેવા મોટા દેશની સરહદ પાકિસ્તાન, ચીન, બાંગ્લાદેશ, મ્યાનમાર, નેપાળ સહિતના દેશો સાથે જોડાયેલી છે તેનો વ્યાપ પણ ઘણો વધારે છે. આથી ભારતે દરેક સરહદે વાકેફ રહેવું પડે છે. આપણી સેના દરેક સરહદે સક્રિય છે જ તેમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ સવાલ એ છેકે આપણે દેશના સરહદ સિવાયના વિસ્તારોમાં સાવધ તો રહેવું જ પડશે. દેશમાં આપણે પાકિસ્તાન પ્રેરિત આતંકવાદનો જમ્મુકાશ્મીરમાં સામનો કરી રહ્યા છીએ. આજ પ્રકારના આતંકવાદે ભૂતકાળમાં પંજાબમાં દેખા દીધા હતા. સરહદ પર નથી આવેલા એવા મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને અન્ય કેટલાક રાજ્યોમાં નક્સલવાદ પણ ઘણી વખત પોતાની હાજરી પુરાવે છે. અટલ બિહારી વાજપેયીની સરકાર વખતના ગૃહ મંત્રી એલ કે અડવાણીએ જે તે સમયે કહેલું કે આતંકવાદ એ પાકિસ્તાન દ્વારા ખેલાતું એક પ્રકારનું પ્રોક્સિ યુદ્ધ જ છે. છેલ્લા થોડા વખતમાં જમ્મુ-કાશ્મીરમાં જે બનાવો બન્યા તેના પરથી આની સ્પષ્ટ સાબિતી પણ મળી ગઈ છે તે વાત એક હકીકત છે. આ તો એક આતંકવાદની વાત છે. પણ દુશ્મન દેશ આપણને સીધા યુધ્ધમાં ન પહોંચી શકે તેમ હોય તો બીજા આવા ઘણા માર્ગો અપનાવી શકે છે.

jio next 5  દેશની એકતા અંગે ડોભાલના સુચનનો અમલ થશે ખરો ?

હૈદરાબાદ  ખાતે આઇ.પી.એસ. ઑફિસરોના દિક્ષાન્ત સમારોહને સંબોધતા સુરક્ષા સલાહકાર અજીત ડોભલે જણાવ્યું કે સમાજમાં ભાગલા પડાવી દેશને નબળો પાડી શકાય છે.તેમને પોતાની વાતને આગળ વધારતા કહયુ કે સમાજમાં ભાગલા પડાવીને પણ દેશને તોડી શકાય છે.આ પણ એક પ્રકારનું યુધ્ધ જ કહી શકાય.

navsari 3  દેશની એકતા અંગે ડોભાલના સુચનનો અમલ થશે ખરો ?

સુરક્ષા સલાહકારની આ વાત ઘણું બધું કહી જાય છે,કેટલીક વાતો આડકતરી રીતે સમજાવી છે.સમાજમાં ભાગલાનું અર્થઘટન ડોભાલકે સરકારના સમર્થકો ભલે ગમે તે રીતે કરતા હોય પણ સમાજમાં ભાગલા પડાવનારા પણ દેશના દુશમનોની વ્યાખ્યામાં સહેલાઈથી આવી શકે છે. આપણો દેશ એક અનેકતામાં એકતા જાળવનારો દેશ છે. વર્ષોથી હિન્દુ મુસ્લિમ સહિત તમામ સમજો વર્ષોથી સાથે રહે છે. ભારતમાં ખ્રિસ્તીઓ પણ છે. ટૂંકમાં ભારત એક પચરંગી દેશ છે. ૧૮૫૭ના બળવા સમયે સૌ એક બની અંગ્રેજો સામે લડ્યા હતા. આ બળવો ગમે તે કારણોસર સફળ ન થયો તે અલગ વાત છે. પણ અંગ્રેજોએ ભારતના બે સમાજો વચ્ચે નફરતના બીજ રોપ્યા તેના કારણે દેશના ભાગલા થયા અને પાકિસ્તાનનું સર્જન થયું. ભારતમાં આજે પણ અનેક સમાજ છે. સૌ સારી રીતે રહે જ છે. પરંતુ કેટલીક વખત રાજકારણીઓ પોતાના અંગત સ્વાર્થ ખાતર બે સમાજ વચ્ચે વૈમનસ્ય ઉભું કરે છે. તેના કારણે દેશના વિવિધ વિસ્તારોમાં ઘણી વખત રમખાણો પણ થયા છે. અંગ્રેજો ભલે ગયા પણ સાપ ગયા અને લીસોટા રહી ગયા તેની જેમ ધર્મ અને જ્ઞાતિના નામે અવારનવાર વૈમનસ્યના બીજ રોપતા રહે છે. ખાસ કરીને કોઈ પણ પ્રકારની ચૂંટણી જાહેર થાય ત્યારે ધર્મના નામે સીધો યા આડકતરો પ્રચાર કરવાની એક પણ રાજકારણી ગુમાવતા નથી. જે હકીકતમાં ભારતના લોકશાહી માળખા માટે નુકશાનકારક છે. આ વાત બધા રાજકારણીઓ સમજે છે છતાં અંગ્રેજોનો વારસો આ બધા તત્વો સારી રીતે સમજે છે તેમ છતાં તેમના માર્ગે ચાલે છે. ચૂંટણી જીતવા માટે આ પ્રકારના શસ્ત્ર નો ઉપયોગ થયો છે તે વાત આપણે સૌ સારી રીતે જાણીએ છીએ.

navsari 4  દેશની એકતા અંગે ડોભાલના સુચનનો અમલ થશે ખરો ?

ભારતને ૧૯૬૨માં ચીન સામે મુશ્કેલી પડ્યા બાદ સેનાને સજ્જ કરવાની કામગીરી શરૂ થઈ. જેના કારણે ૧૯૬૫માં વામન છતાં વિરાટ એવા લાલબહાદુર શાસ્ત્રીજી સત્તા પર હતા ત્યારે ભારતીય સેના એ પાકિસ્તાનને ધૂળ ચાટતું કર્યું હતું. ૧૯૭૧માં શ્રીમતી ઈન્દીરા ગાંધી વડાપ્રધાન હતા ત્યારે પાકિસ્તાને ભારત સામે યુધ્ધ નો ચાળો કર્યો. જે તેને ભારે પડી ગયો .તમામ મોરચે પાક સેનાની હાર થઈ.અને પાકિસ્તાનના ભાગલા થયા અને બાંગ્લાદેશનું સર્જન થયું.તે વખતે સોવિયેત સંઘ એટલે કે હાલના રશિયા સાથે થયેલા કરારના કારણે યુનોમાં પણ ભારત ફાવ્યું. ત્યારબાદ ૧૯૭૪માં ભારતે પ્રથમ અણુ અખતરો પણ કર્યો તેનાથી સમગ્ર વિશ્વ ચોકી ઉઠ્યું હતું.ત્યારબાદ પણ ભારત લશ્કરના તમામ મોરચે મજબૂત બની ગયું છે.૧૯૭૪ના પ્રથમ અણુ અખતરા બાદ ભારતે ત્રણ અણુ અખતરા ૧૯૯૮માં અટલજીના શાસન દરમિયાન કર્યા છે.
ભારતે ૧૯૮૦થી ૨૦૧૪ સુધીમાં અને ત્યાર બાદ પણ સંરક્ષણ મોરચે અનેક પગલાં ભર્યા તેના કારણે ચીન અને પાકિસ્તાનને પણ ભારત સાથે યુધ્ધ કરવું અઘરૂં પડે તેમ છે. આમ ૧૯૬૦ના દાયકામાં થયેલી તૈયારીના પરિણામે ભારત અત્યારે સંરક્ષણ મોરચે મજબૂત બની ચૂક્યું છે. મજબૂત પાયા પર સબળ સુરક્ષા કવચ ઉભું થઈ ચૂક્યું છે. આ સંજોગોમાં દુશમન દેશ ભારત સામે યુદ્ધ કરતા પહેલા સો વાર વિચાર કરે તેમ છે.

Ajit Doval to attend key maritime meet in Sri Lanka | India News - Times of  India
આ બધા સંજોગો વચ્ચે ભારતના હરીફ દેશ બીજો માર્ગ અપનાવે તેવો ભય છે.આથી જ સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે હૈદરાબાદમાં નવી વાત કરી છે.ભારતમાં વસતા સમાજો વચ્ચે તિરાડ ઉભી કરી ભારતને નબળું પાડવા પ્રયાસો કરી શકે છે એ ભય સાવ ખોટો તો નથીજ.

હિંસા ત્રિપુરમાં થાય અને તેના પડઘા મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પડે.ત્યાં ત્રણ નાના મોટા શહેરમાં પણ રમખાણો થાય.હિંસા પશ્ચિમ બંગાળમાં થાય અને તેની સામે આંદોલન અન્ય સ્થળે થાય તેનો શુ અર્થ ? આ શું સૂચવે છે? સમાજ અને જ્ઞાતિ વચ્ચે રાજકારણીઓ દ્વારા વૈમનસ્ય ઉભું થાય તે કેટલે અંશે વ્યાજબી કહેવાય ? ચોક્કસ પરિબળોનો ધંધો જ એવો છે કે જે ભાગલા પાડી રાજ પાડો ની નીતિ અપનાવતા અચકાતા નથી.ભૂતકાળમાં અંગ્રેજો આ ધંધો પોતાની સત્તા ટકાવવા રાજકારણીઓ આ પ્રકારનો ખેલ ખેલતા હોય છે.શાસક હોય કે વિપક્ષ આવી રમત રમતા રહે છે.શાસક પોતાની સત્તા જાળવવા અને વિપક્ષ પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે આ પ્રકારનું વલણ અપનાવતા રહે છે .જ્યારે પણ ચૂંટણીઓ આવે ત્યારે પોતાની વહીવટી નિષફળતા કે અનાવડતના કારણે સર્જાયેલી સ્થિતિથી લોકોનું ધ્યાન બીજે દોરવા માટે કાં તો ધર્મના નામનો ઉપયોગ કરી લોકોની લાગણી સાથે ચેડાં કરવાનો પ્રયાસ થાય અથવા તો ધર્મના નામે બે સમાજ વચ્ચે નફરતની લાગણી ઉભી કરવાનો પ્રયાસ પણ થતો હોય છે.

PM Narendra Modi thanks EC for allowing Kedarnath visit | India News -  Times of India

કોઈ પણ ચૂંટણી નજીક આવે ત્યારે રાજકીય પક્ષના નેતાઓ મંદિરે જવાનું શરૂ કરે છે. ૧૯૯૧થી ભગવાન રામના નામે મત માંગવાની પ્રક્રિયા શરૂ થઈ જે આજની તારીખમાં બંધ થઈ નથી. રામાયણને પવિત્ર ગ્રંથ માનવાની વાતો બધા કરે છે.રામરાજ્ય લાવવાની વાતો પણ બહુ થાય છે.પણ કોઈ રામરાજ્ય જેવું વાતાવરણ ક્યારે પણ જોવા મળ્યું છે ખરું.?આનો જવાબ કોણ આપી શકે ? રામની વાતો સૌ કરે છે પણ તેના આદર્શોનું પાલન કોઈ કરે છે ખરૂ.?આ પશ્ર્નોનો કોઈ રાજકારણી પાસે જવાબ નથી.

वाराणसी पहुंचीं प्रियंका गांधी ने किए काशी विश्वनाथ के दर्शन, कहा- ये मेरी  आस्था - priyanka gandhi varanasi kisan nyay rally kashi vishwanath temple  ntc - AajTak
બે સમાજ કે જ્ઞાતિ વચ્ચે વેર કે નફરતની લાગણી ઉભી કરવાનું રામાયણ સહિત કોઈ ધર્મગ્રંથમાં લખ્યું નથી. ભૂતકાળમાં અગાઉ જણાવી ગયા તે પ્રમાણે અંગ્રેજોએ આ ધંધો કર્યો હતો.હવે દેશને તોડવા માગનારા પરિબળો કરે છે.ખુદ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે આ વાત કહી છે.યુધ્ધ લડવાથી દૂર ભાગતાં કે ડરતા ચીન કે પાકિસ્તાન ભારતને નબળું પાડવા સમાજ વચ્ચે વેરઝેર ઉભા કરવાનું કામ કરી શકે છે.દેશના કમનસીબે દેશમાંથીજ નફરત ફેલાવનારા પરિબળો પણ મળી રહે છે.જે લોકો દરેક બાબતમાં ધર્મને વચ્ચે લાવી નફરત ફેલાવતા હોય છે.
આ અંગે એક નિષ્ણાત કહે છે કે અજિત દોભાલે આપેલી આ ચેતવણી ધ્યાનમાં રાખી આ પ્રકારની કોઈ પ્રવુતિ યોગ્ય નથી.ધર્મ કે સમાજના નામે નફરત ફેલાવનારા અંતે તો રાષ્ટ્રના હિતોને નુકશાન કરી રહયા છે. દેશમાં નફરત ફેલાવનારા તત્વો રાષ્ટ્રવાદી હોઈ શકે જ નહીં. સુરક્ષા સલાહકારની ઉપર દર્શાવી ગયા તે વાત ખોટી નથી.સત્તા માટે અંગ્રેજોનો વારસો આગળ વધારવાનું બંધ કરે અને દેશની એકતા જાળવવા અને વિશ્વને ભારતીય એકતાનો પરચો બતાવવા માટે સજ્જ બની દેશની અખંડિતતાના સાચા રાષ્ટ્રવાદી રક્ષક બને અને પહેલા ભારતીય-પહેલા હિન્દુસ્તાની નો નારો ગાજતો કરે તેવું દેશની પ્રજા ઈચ્છે છે .રાજકારણમાં મર્યાદાપુરુષોત્તમે ચીંધેલો રાજધર્મ બજાવે તે જરૂરી છે.

પરંપરા / કુળદેવી ગણાતી માવલી માતાને રીઝવવા સળગતા લાકડાનો શરીર પર કરે છે ઘા…

ધર્માંતરણ / ભરૂચ પાસેના કાંકરિયા ગામના 100 થી વધુ હિંદુઓનું ધર્માંતરણ

અમદાવાદ / AMCના લારીઓ હટાવવાના આદેશનો વિરોધ, AIMIMના કાર્યકરોએ કર્યું વિરોધ પ્રદર્શન

ગુજરાત /  હવે નગરપાલિકાના કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી કરશે વિરોધ, જાણો કેમ ?

કોરોના કેસમાં વધારો / અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ આવવાની શરૂઆત