Accident/ ગોલ્ફ કોર્સમાં પાછા ફરવા માંગતા ટાઇગર વુડ્સની કારનો ભયાનક અકસ્માત, પગમાં અનેક ફ્રેક્ચર

લોસ એન્જેલસ કાઉન્ટી શેરિફ ડિપાર્ટમેન્ટે જણાવ્યું કે આ ગંભીર અકસ્માત બાદ વુડ્સને આ કારમાંથી બહાર કાઢવામાં ઘણી મહેનત કરવી પડી

World Trending
congres 2 ગોલ્ફ કોર્સમાં પાછા ફરવા માંગતા ટાઇગર વુડ્સની કારનો ભયાનક અકસ્માત, પગમાં અનેક ફ્રેક્ચર

જાણીતા એવા ગોલ્ફર ટાઇગર વુડ્સને મંગળવારે ગંભીર અકસ્માત નડ્યો હતો. આ કાર અકસ્માતમાં ટાઈગર વુડ્સ ગંભીર રીતે ઘાયલ થયા હતા. કાર ડ્રાઈવ કરી રહેલા વુડ્સ કાર પરથી કાબુ ગુમાવતા લોસ એન્જેલસમાં ગંભીર અકસ્માત થયો હતો. જેમાં ટાઇગર વુડ્સના પગમાં અનેક ફ્રેક્ચર થતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અને સર્જરી કરવામાં આવી. લોસ એન્જેલસ કાઉન્ટી શેરિફ ડિપાર્ટમેન્ટે જણાવ્યું કે આ ગંભીર અકસ્માત બાદ વુડ્સને આ કારમાંથી બહાર કાઢવામાં ઘણી મહેનત કરવી પડી. આ દુર્ઘટનામાં તેમની કાર પણ ખૂબ જ ખરાબ રીતે ડેમેજ થઈ હતી.

Tiger Woods suffers serious leg injuries in car crash | Golf News | Al  Jazeera

Political / “અપેક્ષાથી ઉણા ઊતર્યાનું દુખ”, ભય-ભ્રમથી પ્રભાવિત પેઢી :  કોંગ્રેસનો ખરખરો 

ટાઇગર વુડ્સનું પહેલું નામ એડરિક છે. તે આ કારમાં ડ્રાઇવ કરી રહ્યા હતા. માહિતી મળ્યા અનુસાર 45 વર્ષીય વુડ્સની કારનો અકસ્માત મંગળવાર સવારે 7.15 વાગયાની આસપાસ થયો. વુડ્સ ખૂબ જ સ્પીડમાં કાર ચલાવી રહ્યા હતા. આ દરમિયાન કાર પરથી કાબુ ગુમાવતા ડિવાઇડર સાથે ટકરાઈ હતી.

Golf: Tiger Woods career timeline - CNA

Political / 6 મનપાચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર, હાથના કર્યા હૈયે વાગ્યા જેવા હાલ

ટાઇગર વુડ્સ વિશ્વના સર્વશ્રેષ્ઠ ગોલ્ફર છે. તેઓ અત્યાર સુધીમાં 15 મહત્ત્વની ગોલ્ફ ચેમ્પિયનશિપ જીતી ચૂક્યા છે. જો કે વુડ્સને પહેલાથી જ પીઠદર્દ હતું. આ પીઠના દુખાવા દુર કરવા માટે વુડ્સએ આ વર્ષે જાન્યુઆરીમાં જ પાંચમી વખત ઓપરેશન કરાવ્યું હતું. આ ઓપરેશન બાદ તે રિકવર કરી રહ્યા હતા અને થોડા સમયમાં જ ગોલ્ફ કોર્સમાં પાછા ફરવા તૈયાર હતા. પરંતુ હવે આ અકસ્માત બાદ ફરી એક વખત લાંબા સમય માટે સ્વસ્થ થવાની રાહ જોવી પડે તેવું લાગી રહ્યું છે.