America/ અમેરિકામાં ગોળીબારની ઘટનાઓ વધતા લીધો મહત્વનો નિર્ણય, યુવાનો સરળતાથી નહી ખરીદી શકે બંદૂક

અમેરિકામાં ગોળીબારની ઘટનાઓ વધતા સરકારે બંદૂકને લઈને નવો કાયદો (new gun law) બનાવ્યો છે. યુવાનો સરળતાથી બંદૂક ખરીદી શકશે નહિ.

Top Stories World
Capture 1 4 અમેરિકામાં ગોળીબારની ઘટનાઓ વધતા લીધો મહત્વનો નિર્ણય, યુવાનો સરળતાથી નહી ખરીદી શકે બંદૂક

અમેરિકામાં ગોળીબારની ઘટનાઓમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. શાળાઓમાં તેમજ જાહેર સ્થળો પર  બૂંદક દ્વારા હુમલા કરવાની ઘટનાઓ વધી છે. આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં લઈ અમેરીકન સરકારે મહત્વનો નિર્ણય લીધો. અમેરીકન સરકારે બંદૂકને લઈને નવો કાયદો (new gun law) બનાવ્યો છે. આ કાયદા મુજબ સરકારે 500થી વધુ પ્રકારના હથિયારો ખરીદવા તેમજ જાહેર સ્થળો પર બંદૂક લઈ જવા પર પ્રતિબંધ લગાવ્યો છે.

Capture 2 અમેરિકામાં ગોળીબારની ઘટનાઓ વધતા લીધો મહત્વનો નિર્ણય, યુવાનો સરળતાથી નહી ખરીદી શકે બંદૂક

બૂંદકને લઈને નવો કાયદો

આ મામલે અમેરિકન સરકારના પ્રવક્તા એટર્ની જનરલ (Attorney General) મેરિક ગારલેન્ડે (Merrick Garland) ગઈકાલે જણાવ્યું કે અમે વધતા ‘ગન કલ્ચર’ને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ગોળીબારની ઘટનાઓને ધ્યાનમાં રાખી બદૂંકને લઈને નવો કાયદો (new gun law) બનાવ્યો છે. નવા બંદૂક કાયદામાં યુવાનો 500થી વધુ પ્રકારના હથિયારો ખરીદી શક્શે નહીં. આ નવા કાયદા પ્રમાણે બદૂંકના માલિકો એમ્યુઝમેન્ટ પાર્ક, મ્યુઝિયમ, ચર્ચ, બેંક અને ઉદ્યાનો જેવા જાહેર સ્થળો પર તેમની સાથે હથિયારો લઈને જઈ શક્શે નહી. બંદૂક હથિયાર પરના પ્રતિબંધો આ અઠવાડિયે અમલમાં આવેલા રાજ્ય કાયદાનો ભાગ છે અને આ કાયદો તેમના માટે પણ લાગુ પડે છે જેઓ પહેલાથી જ અદાલતોમાં તપાસનો સામનો કરી રહ્યા છે.

content image fbd7ff92 e0c8 4dfe bd21 8aeaf605dd8e અમેરિકામાં ગોળીબારની ઘટનાઓ વધતા લીધો મહત્વનો નિર્ણય, યુવાનો સરળતાથી નહી ખરીદી શકે બંદૂક

અમેરિકામાં ‘ગન કલ્ચર’

અમેરિકામાં રહેવું લોકોને વધુ પસંદ છે. જો કે ત્યાં જોવા મળતા ‘ગન કલ્ચર’ના કારણે નાગરિકો હંમેશા ભયના ઓથાર હેઠળ જીવે છે. અમેરિકામાં ગોળીબારની (incident of firing) ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. રોજબરોજ કિશોરો અને યુવાનો દ્વારા ગોળીથી હુમલા અથવા તો ગોળી મારી આત્મહત્યાના બનાવો વધ્યા છે. કહેવાય છે કે અમેરિકામાં ભલે લોકશાહી હોય પરંતુ ત્યાં જોવા મળતા ‘ગનકલ્ચર’ને લઈને નાગરિકોમાં હંમેશા ડર રહેતો હોય છે.

સીડીસી રિપોર્ટ મુજબ અમેરિકામાં કુલ 79 ટકા ગુના હથિયારને કારણે થાય છે. જ્યારે કેનેડા આ ક્રમમાં બીજા નંબરે જોવા મળતા ગન કલ્ચરને કારણે 37 ટકા ગુના થતા હોવાનું નોંધાયું છે. ઓસ્ટ્રેલિયામાં આ આંકડો 13 ટકા છે અને બ્રિટનમાં આ દર માત્ર 4 ટકા છે. આ જ કારણો સર છેલ્લા કેટલાક સમયમાં યુરોપીયન દેશ તરફ લોકોનો પ્રવાહ વધ્યો છે.

નોંધનીય છે કે જૂન 2022માં બંદૂક કાયદો પસાર કરવામાં આવ્યો હતો જેને અમેરિકન પ્રમુખ Joe Bidenને પ્રશંસા કરી હતી. આ કાયદામાં 21 વર્ષ કરતા ઓછી ઉમરના લોકો દ્વારા કોઈપણ બંદૂકની ખરીદી માટે વધારાની  તપાસની જોગવાઈઓ હતી.

Capture 3 અમેરિકામાં ગોળીબારની ઘટનાઓ વધતા લીધો મહત્વનો નિર્ણય, યુવાનો સરળતાથી નહી ખરીદી શકે બંદૂક

17 વર્ષના કિશોરે કર્યો ગોળીબાર

હાલમાં નવા વર્ષના પ્રથમ દિવસે આયોવાની પેરી શાળામાં 17 વર્ષના કિશોરે શાળામાં ગોળીબાર કરતાં એક બાળકનું મૃત્યુ થયું હતું. તેના થોડા સમયમાં જ પોલીસને આરોપીનો મૃતદેહ મળી આવ્યો જેમાં પોલીસને શંકા છે કે તેણે પોતાને જ ગોળી મારી આત્મહત્યા કરી છે. આ ઘટનામાં શાળાના પ્રિન્સીપાલ અને અન્ય ચાર વ્યક્તિઓ પર ગોળીથી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં એકની હાલત ગંભીર છે. અગાઉ પણ શાળા, કોલેજ તેમજ જાહેર સ્થળો પર ગોળીબારથી હુમલાના બનાવો બન્યા છે. આ બાબતની ગંભીરતાને લઈ અમેરિકન સરકાર હવે બંદૂક તેમજ હથિયારો પર પ્રતિબંધ લાવવા જઈ રહી છે.

19441521 1005 અમેરિકામાં ગોળીબારની ઘટનાઓ વધતા લીધો મહત્વનો નિર્ણય, યુવાનો સરળતાથી નહી ખરીદી શકે બંદૂક

શસ્ત્રોના કાયદા ઉદાર હોવાથી ખરીદીમાં સરળતા

અમેરિકામાં નાગરિકોને સરળતાથી બંદૂકનું લાયસન્સ મળી જાય છે. અમેરિકામાં શસ્ત્રોના કાયદા ઘણા ઉદાર હોવાથી કોઇ પણ વ્યક્તિ સ્વરક્ષણના નામે પિસ્તોલ, હેન્ડગન, રાઇફલ જેવા હથિયારો ખરીદી શકે છે. અચરજની વાત એ છે કે એસોલ્ટ રાઇફલ જેવા વધુ ઘાતક શસ્ત્રો અમેરિકામાં પણ સહેલાઇથી મળી જાય છે. જેના બાદ આ બંદૂકધારીઓ પોતાની વાત મનાવવા લોકો પર બંદૂક વડે જીવલેણ હુમલો કરતા હોવાનું સામે આવ્યું છે. આંકડા મુજબ છેલ્લા 50 વર્ષમાં 14 લાખ વધુ લોકો બંદૂક દ્વારા કરાતા ગોળીબારના હુમલામાં મૃત્યુ પામ્યા છે. જો કે હવે આ નવા કાયદાથી ગોળીબારની ઘટનાઓ ઓછી થવાની શક્યતા છે.