#development_projects/ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રૂપિયા 1900 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ધાટન કર્યું

1900 કરોડથી વધુના લોકાર્પણ અને વિકાસ કામોના ખાતમુહૂર્ત કર્યા છે. અમદાવાદ, ગાંધીનગર લોકસભા ક્ષેત્રોમાં 1900 કરોડના કામો કરાયા છે. પીએમ મોદીએ એક સાથે સવા લાખ લોકોને ચાવી આપી છે. આજે 10 વર્ષમાં……

Top Stories Gujarat Breaking News
Beginners guide to 35 1 કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રૂપિયા 1900 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ધાટન કર્યું

Gujarat News: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે અમદાવાદ અને ગાંધીનગરને કરોડો રૂપિયાના વિકાસની ભેટ આપી છે. અમદાવાદમાં ઔડા અને એએમસીના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યુ છે. વાડજ ખાતેની જાહેરસભામાં શહેરીજનોને સંબોધતા કહ્યું હતું કે, 1900 કરોડથી વધુના લોકાર્પણ અને વિકાસ કામોના ખાતમુહૂર્ત કર્યા છે. ગાંધીનગરમાં રૂપિયા 1000 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું છે.

અમદાવાદ શહેરમાં 39 જેટલા 1950 કરોડ રૂપિયાના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. થલતેજમાં આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. અમિત શાહે 1950 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યુ છે. જૂના વાડજમાં EWSના 588 આવાસનું લોકાર્પણ કર્યુ છે. અમિત શાહની જેતલપુર, છારોડી અને વાડજમાં જાહેરસભા થવાની છે.

જેમાં વાડજ ખાતેની જાહેરસભામાં શહેરીજનોને સંબોધતા કહ્યું હતું કે, સાડા પાંચસો વર્ષ પહેલા સ્વપ્ન જોવામાં આવ્યું હતું, આજે નરેન્દ્રભાઈની મહેનતથી એ પૂર્ણ થઈ શક્યું છે. આજે સમગ્ર વિશ્વ રામમંદિરથી અચંબિત થયું છે. 10 વર્ષમાં 5 વર્ષ તો ખાડો પૂરવામાં ગયો, પ વર્ષમાં પાયો નંખાયો. દયાનંદ સરસ્વતીની જન્મજયંતી નિમિત્તે તેમને વંદન કરૂ છું.

1900 કરોડથી વધુના લોકાર્પણ અને વિકાસ કામોના ખાતમુહૂર્ત કર્યા છે. અમદાવાદ, ગાંધીનગર લોકસભા ક્ષેત્રોમાં 1900 કરોડના કામો કરાયા છે. પીએમ મોદીએ એક સાથે સવા લાખ લોકોને ચાવી આપી છે. આજે 10 વર્ષમાં જ ભારત વિશ્વમાં 5મા નંબરે પહોંચ્યું છે. નરેન્દ્રભાઈની ત્રીજી ટર્મમાં દેશને ત્રીજા નંબરની ઈકોનોમી બની જઈશું. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે.

અમદાવાદ, ગાંધીનગર લોકસભામાં EWS આવાસનો ડ્રો થયો છે. તેમાં અનેક વિકાસના કામોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. થલતેજ અર્બન હેલ્થ સેન્ટરમાં લોકોને આરોગ્યની સેવાઓ પૂરી પાડવામાં આવશે. એમઆરઆઈ મશીન અને આંખની તપાસ પણ અહીં કરાશે. ગાંધીનગર ક્ષેત્રમાં 1000 કરોડ રૂપિયાના કામો થયા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કતારની જેલમાંથી 8 ભારતીયોને મુક્ત કરાયાં, નૌ સેનાનાં પૂર્વ કર્મીઓએ જાણો શું કહ્યું…

આ પણ વાંચો:ગાંધીનગરમાં માતૃત્વને લાંછન લગાડનાર કિસ્સો, અસ્થિર બાળક જન્મતાં માતાએ તરછોડ્યું…