Congress-Nathalal Patel/ કોંગ્રેસને વધુ એક ફટકોઃ નાથાલાલ પટેલનું રાજીનામુ

કોંગ્રેસને પડતા ફટકા શમવાનું નામ જ લેતા નથી. કોંગ્રેસમાં વધુ એક વિકેટ પડતા નાથાલાલ પટેલ કોંગ્રેસના સભ્યપદેથી રાજીનામુ આપ્યું હતું. નાથાલાલ 2017માં કોંગ્રેસમાં વિજાપુર વિધાનસભા બેઠક પરના ઉમેદવાર હતા. તેમણે પ્રમુખ શક્તિસિંહ ગોહિલને તેમનું રાજીનામુ મોકલી આપ્યું છે.

Top Stories Ahmedabad Gujarat
YouTube Thumbnail 2024 02 12T144330.323 કોંગ્રેસને વધુ એક ફટકોઃ નાથાલાલ પટેલનું રાજીનામુ

અમદાવાદઃ કોંગ્રેસને પડતા ફટકા શમવાનું નામ જ લેતા નથી. કોંગ્રેસમાં વધુ એક વિકેટ પડતા નાથાલાલ પટેલ (Nathalal Patel) કોંગ્રેસના સભ્યપદેથી રાજીનામુ આપ્યું હતું. નાથાલાલ 2017માં કોંગ્રેસમાં વિજાપુર વિધાનસભા બેઠક પરના ઉમેદવાર હતા. તેમણે પ્રમુખ શક્તિસિંહ ગોહિલને (Congress) તેમનું રાજીનામુ મોકલી આપ્યું છે.

તેમણે આરોપ મૂક્યો હતો કે પક્ષના મોવડી મંડલની નિષ્ક્રિયતાના લીધે તે કંટાળી ગયા છે. પક્ષને બેઠો કરવા માટે કોઈ પગલાં લેવામાં આવી રહ્યા નથી. પક્ષે એક પછી એક ટોચના આગેવાનો ગુમાવ્યા હોવા છતાં પણ સ્થિતિ સુધારવાની દિશામાં કોઈ પગલાં લેવાયા નથી. કાર્યકરોમાં પ્રાણ ફૂંકવા માટે કોઈ પગલાં લેવાતા નથી. પક્ષના ટોચના નેતાઓ જાણે કાર્યકરોની કોઈ પડી ન હોય તે રીતે વર્તે છે.

આના કારણે ગુજરાત કોંગ્રેસની નેતાગીરીમાં નિરાશા વ્યાપી ગઈ છે. તેની સાથે કોંગ્રેસની ટોચની નેતાગીરી સામાન્ય કોંગ્રેસી કાર્યકરની વ્યથા સમજવામાં નિષ્ફળ ગઈ લાગે છે. તેમા પણ ભગવાન રામની પ્રાણપ્રતિષ્ઠાને રાજકીય સ્ટંટ ગણાવીને કોંગ્રેસની ટોચની નેતાગીરીએ કેટલાય કોંગ્રેસી કાર્યકરોને નારાજ કર્યા છે. રાજકીય કાર્યકર ગમે તે પક્ષનો હોય, પરંતુ ભગવાન રામ પ્રત્યે પણ કોંગ્રેસના કાર્યકરને તેટલી જ આસ્થા છે તેટલી ભાજપના કાર્યકરને છે.

તેથી કોંગ્રેસની ટોચની નેતાગીરીનું વલણ સામાન્ય કાર્યકરની આસ્થાને ફટકો મારનારુ રહ્યુ છે. બીજા પ્રશ્નો ઉઠાવવાના બદલે લોકોની આસ્થા પર ટોચની નેતાગીરીના પ્રહારે કેટલાયનું મન આહત કર્યુ છે. આના લીધે ફક્ત હું જ નહીં આગામી સમયમાં કોંગ્રેસમાંથી હજી પણ કેટલાય લોકો વિદાય લે તેવી પૂરેપૂરી સંભાવના છે. કોંગ્રેસ માટે આ પ્રકારની વિદાયને રોકવી અસંભવ છે.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ