PM મોદી રોડ શો/ સુરતમાં વડાપ્રધાન મોદીના રોડ શોમાં ઉમટી જનમેદની, મુસ્લિમોએ ધારણ કર્યો કેસરિયો ખેસ, તો કોઈએ બનાવ્યું દિલ ઉપર મોદીનું ટેટુ

આ રોડ શોમાં મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓ પણ જોડાયા હતા ત્યારે સૌથી મહત્વની વાત એ હતી કે આ મુસ્લિમ ભાઈઓએ કેસરિયા રંગનો ખેસ ધારણ કરેલો હતો

Top Stories Gujarat Surat
Untitled 24 12 સુરતમાં વડાપ્રધાન મોદીના રોડ શોમાં ઉમટી જનમેદની, મુસ્લિમોએ ધારણ કર્યો કેસરિયો ખેસ, તો કોઈએ બનાવ્યું દિલ ઉપર મોદીનું ટેટુ

સુરત ખાતે વડાપ્રધાન મોદીનો ભવ્ય રોડ શો યોજાયો હતો. લાખોની સંખ્યામાં જન મેદની હાજર રહી હતી,  જાણે કે કિરીયારો ઉભરાયું હોય…

Untitled 24 9 સુરતમાં વડાપ્રધાન મોદીના રોડ શોમાં ઉમટી જનમેદની, મુસ્લિમોએ ધારણ કર્યો કેસરિયો ખેસ, તો કોઈએ બનાવ્યું દિલ ઉપર મોદીનું ટેટુ

લોકો પોતાની છત ઉપર બાલ્કની ઉપર અને રોડ રસ્તાની બંને બાજુએ પીએમ મોદીનું અભિવાદન કરવા માટે હાથમાં ત્રીરંગો અને કેસરિયો ખેસ ધારણ કરી લાખોની સંખ્યામાં ઉભા રહ્યા હતા.  અને તેમનું અભિવાદન કર્યું હતું.

Untitled 24 10 સુરતમાં વડાપ્રધાન મોદીના રોડ શોમાં ઉમટી જનમેદની, મુસ્લિમોએ ધારણ કર્યો કેસરિયો ખેસ, તો કોઈએ બનાવ્યું દિલ ઉપર મોદીનું ટેટુ

આ રોડ શોમાં મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓ પણ જોડાયા હતા ત્યારે સૌથી મહત્વની વાત એ હતી કે આ મુસ્લિમ ભાઈઓએ કેસરિયા રંગનો ખેસ ધારણ કરેલો હતો પીએમ મોદીના રોડ શોમાં યુવાનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા જેમાં કેટલાક યુવાનોએ પીએમ મોદીના ટેટુ પણ બનાવેલા હતા.

Untitled 24 11 સુરતમાં વડાપ્રધાન મોદીના રોડ શોમાં ઉમટી જનમેદની, મુસ્લિમોએ ધારણ કર્યો કેસરિયો ખેસ, તો કોઈએ બનાવ્યું દિલ ઉપર મોદીનું ટેટુ

એમાં એક મોદી ભકત યુવાને પોતાના દિલ ઉપર પીએમ મોદીનું ટેટુ ચિત્રાવ્યું હતું. જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું લોકોએ પણ મોદી મોદીના નારાથી વાતાવરણ ગજવી મૂક્યું હતું તો પીએમ મોદીએ પણ બંને હાથોથી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.

whatsapp image 2022 09 29 at 12 30 33 સુરતમાં વડાપ્રધાન મોદીના રોડ શોમાં ઉમટી જનમેદની, મુસ્લિમોએ ધારણ કર્યો કેસરિયો ખેસ, તો કોઈએ બનાવ્યું દિલ ઉપર મોદીનું ટેટુ

જાહેર સભામાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ગુજરાતમાં ચાલી રહેલી નવરાત્રિની ઉજવણી દરમિયાન ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રમતગમત અને આધ્યાત્મિક સ્થળોનો શિલાન્યાસ કરવો એ મારું સૌભાગ્ય છે. સુરત જનભાગીદારી અને એકતાનું ઉત્તમ ઉદાહરણ છે. સુરત મિની ઈન્ડિયા છે. અહીં ભારતભરના લોકો રહે છે.

whatsapp image 2022 09 29 at 12 30 34 સુરતમાં વડાપ્રધાન મોદીના રોડ શોમાં ઉમટી જનમેદની, મુસ્લિમોએ ધારણ કર્યો કેસરિયો ખેસ, તો કોઈએ બનાવ્યું દિલ ઉપર મોદીનું ટેટુ

નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ સદીના શરૂઆતના દાયકાઓમાં જ્યારે અમે 3P મોડલ એટલે કે પબ્લિક, પ્રાઇવેટ અને પાર્ટનરશિપની ચર્ચા કરતા હતા ત્યારે હું સુરતનું 4P ઉદાહરણ આપતો હતો. એટલે કે, લોકો, જાહેર, ખાનગી અને ભાગીદારી. આ મોડલ સુરતને ખાસ બનાવે છે.

પીએમ મોદીએ કહ્યું કે સુરતને એરપોર્ટથી જોડતો રસ્તો શહેરની સંસ્કૃતિ, સમૃદ્ધિ અને આધુનિકતાને દર્શાવે છે. અહીં એરપોર્ટ બનાવવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો, આજે અહીંથી વધુ કેટલા વિમાનો ચાલે છે.

whatsapp image 2022 09 29 at 12 30 26 સુરતમાં વડાપ્રધાન મોદીના રોડ શોમાં ઉમટી જનમેદની, મુસ્લિમોએ ધારણ કર્યો કેસરિયો ખેસ, તો કોઈએ બનાવ્યું દિલ ઉપર મોદીનું ટેટુ

નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કેન્ટાઇલ (ડ્રીમ) સિટી પ્રોજેક્ટ સુરતને વિશ્વભરમાં સૌથી સુરક્ષિત અને સૌથી અનુકૂળ હીરાના વેપારના હબ તરીકે ઉભરવામાં મદદ કરશે.

ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સુરત ખાતે પહોંચ્યા હતા. જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ સહિત ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું. પ્રધાનમંત્રી મોદીએ આ મુલાકાત દરમિયાન સુરતવાસીઓને રૂ. 3472.54 કરોડના 59 વિકાસકાર્યોની ભેટ આપી હતી. આ સાથે તેમને સુરતનું સન્માન કરતાં કહ્યું હતું કે, સુરતની સૌથી મોટી વિશેષતા એ છે કે, તે એક એવું શહેર છે જે શ્રમને આદર આપે છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુરતમાં રૂ. 3472.54 કરોડના 59 વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું હતુ. આ સાથે પીએમ મોદીએ સુરતીઓનો મિજાજ અને વિકાસના સહયોગને બિરદાવ્યો હતો. જાહેરસભાને સંબોધન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતુ કે, સુરતની સૌથી મોટી ખાસિયત છે કે આ શહેર શ્રમનું સ્નમાન કરનાર શહેર છે. સુરતની આ બાબત માટે હું હંમેશ તેનું ગર્વ કરૂ છું.