મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2023 માટે ભાજપે 39 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં 7 સાંસદોને ટિકિટ આપવામાં આવી છે, જેમાંથી ત્રણ કેન્દ્રીય મંત્રીઓ છે. તેમાંથી પ્રહલાદ પટેલ, નરેન્દ્ર સિંહ તોમર અને ફગ્ગન સિંહ કુલસ્તે મોદી સરકારમાં મંત્રી છે.ભારતીય જનતા પાર્ટી કોઈપણ ભોગે 2023ની વિધાનસભા ચૂંટણી જીતવા માંગે છે. કદાચ આ પહેલીવાર છે જ્યારે કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓને વિધાનસભા ચૂંટણી માટે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આ યાદીમાં અડધા ડઝનથી વધુ સાંસદો અને મંત્રીઓનો સમાવેશ થાય છે.
केन्द्रीय चुनाव समिति ने मध्य प्रदेश में होने वाले आगामी विधानसभा चुनाव – 2023 के लिए निम्नलिखित नामों पर अपनी स्वीकृति प्रदान की। pic.twitter.com/qJT8nWXvLF
— BJP Madhya Pradesh (@BJP4MP) September 25, 2023