Not Set/ IPL-11 હરાજી: બેન સ્ટોકને રાજસ્થાન રોયલ્સે 12.5 કરોડમાં ખરીદ્યો, LIVE

બેંગ્લુર બેંગ્લોરમાં ઇન્ડિયન પ્રીમીયર લીગની સીઝન 11 માટે ખેલાડીઓની હરાજી શરૂ થઇ હતી. આઇપીએલ-11ની આ હરાજીમાં 360 ભારતીયમાં 62 કેપ્ડ અને 298 અનકેપ્ડ ક્રિકેટરો છે, જ્યારે 218 વિદેશી ખેલાડીઓમાં 182 કેપ્ડ અને 34 અનકેપ્ડ ખેલાડીઓ છે. હરાજી દરમિયાન 18 ધુરંધરો પર બોલી નહિ લાગી, કેમ કે તેમને તેમની ફ્રેન્ચાઈઝીએ પોતાની ટીમોમાં પહેલેથી સ્થાન આપી રાખ્યું […]

Top Stories

બેંગ્લુર

બેંગ્લોરમાં ઇન્ડિયન પ્રીમીયર લીગની સીઝન 11 માટે ખેલાડીઓની હરાજી શરૂ થઇ હતી. આઇપીએલ-11ની આ હરાજીમાં 360 ભારતીયમાં 62 કેપ્ડ અને 298 અનકેપ્ડ ક્રિકેટરો છે, જ્યારે 218 વિદેશી ખેલાડીઓમાં 182 કેપ્ડ અને 34 અનકેપ્ડ ખેલાડીઓ છે. હરાજી દરમિયાન 18 ધુરંધરો પર બોલી નહિ લાગી, કેમ કે તેમને તેમની ફ્રેન્ચાઈઝીએ પોતાની ટીમોમાં પહેલેથી સ્થાન આપી રાખ્યું છે. આ પ્લેયર્સમાં મહેન્દ્ર સિંહ ધોની, વિરાટ કોહલી, રોહિત શર્મા જેવા અનેક નામ છે. આઈપીએલની આગામી સીઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સની વાપસી થઈ રહી છે. તેથી હરાજીમાં સૌથી વધુ ધ્યાન આ બે ટીમ પર પણ રહેશે.

LIVE UPDATE

-બેન સ્ટોકને રાજસ્થાન રોયલ્સે 12.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો.

-ભારતીય ટેસ્ટ ટીમના બેટ્સમેન કે.એલ. રાહુલ ને કિંગ XI પંજાબે 11 કરોડ રૂપિયમાં ખરીદ્યો

–મનીષ પાંડેને સનરાઇઝ હૈદરાબાદે 11 કરોડ રૂપિયામાં ખરીદ્યો

-શિખર ધવનને સનરાઇઝ હૈદરાબાદે 5.2 કરોડ રૂપિયામાં ખરીદ્યો

-આર અશ્વીનને કિંગ્સ ઇલેવન પંજાબે 7.6 કરોડ રૂપિયામાં ખરીદ્યો

-આર પોલાર્ડને મુંબઇએ 5.4 કરોડ રૂપિયામાં ખરીદ્યો

-હરભજન સિંહને ચેન્નાઈ સુપર કિંગે રૂ. 2 કરોડમાં ખરીદ્યો.

– મિશેલ સ્ટાર્કને કલકત્તા નાઇટ રાઇડર્સએ  9.40 કરોડ રૂપિયામાં ખરીદ્યો.

– એ. રહાણેને રાજસ્થાન રોયલ્સે રૂ. 4 કરોડમાં ખરીદ્યો

-દર્વેન બ્રાવો ( વેસ્ટઈંડીજ) રુ. 6.4 કરોડ ( ચેન્નઈ સુપર કિંગ)

– મિશેલ સ્ટાર્કને કલકત્તા નાઇટ રાઇડર્સએ  9.40 કરોડ રૂપિયામાં ખરીદ્યો.

– એ. રહાણેને રાજસ્થાન રોયલ્સે રુ. 4 કરોડમાં ખરીદ્યો

-ગૌતમ ગંભીર દિલ્હી ડેરડેવિલ્સ રુ.2.6 કરોડમાં ખરીદ્યો

-ગ્લેન મૈક્સવેલ દિલ્હી ડેરડેવિલ્સ રુ. 9 કરોડમાં ખરીદ્યો

-ફાક ડુ પ્લેસિસ CSK  રુ. 1.6 કરોડમાં ખરીદ્યો

– શાકિબ અલ હસનને હૈદરાબાદે રુ. 2 કરોડમાં ખરીદ્યો

-કેદાર જાધવને ચેન્નાઈ સુપર કિંગે રૂ. 7.8 કરોડમાં ખરીદ્યો.

–કરુણ નાયરને કિંગ XI પંજાબે રૂ. 6.8 કરોડમાં ખરીદ્યો.