Not Set/ ગુજરાતમાંથી રાજ્યસભામાં ચૂંટાયેલા 2 સભ્યો લોકસભા લડશે

— અમિત શાહ અને સ્મૃતિ ઇરાની લડશે લોકસભાની ચૂંટણી — લોકસભામાં જીતે તો કોઇ એક બેઠક પર આપવું પડે રાજીનામું — મહદઅંશે લોકસભા જીતે તો રાજ્યસભામાં આપશે રાજીનામું — ભાજપ પાસે બહુમતી ધારાસભ્યોના પગલે રાજ્યસભાની બે બેઠક અકબંધ રહી શકે લોકસભા ચૂંટણીમાં ઝપલાવ્યું છે તેવા બે સભ્યો હાલ રાજ્યસભામાં સભ્ય તરીકે રહેલાં છે. જેમાં ગાંધીનગર […]

Top Stories Gujarat India Others Politics
bjp 1 ગુજરાતમાંથી રાજ્યસભામાં ચૂંટાયેલા 2 સભ્યો લોકસભા લડશે

— અમિત શાહ અને સ્મૃતિ ઇરાની લડશે લોકસભાની ચૂંટણી

— લોકસભામાં જીતે તો કોઇ એક બેઠક પર આપવું પડે રાજીનામું

— મહદઅંશે લોકસભા જીતે તો રાજ્યસભામાં આપશે રાજીનામું

— ભાજપ પાસે બહુમતી ધારાસભ્યોના પગલે રાજ્યસભાની બે બેઠક અકબંધ રહી શકે

લોકસભા ચૂંટણીમાં ઝપલાવ્યું છે તેવા બે સભ્યો હાલ રાજ્યસભામાં સભ્ય તરીકે રહેલાં છે. જેમાં ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર અમિત શાહ અને અમેઠી લોકસભા બેઠક પરથી સ્મૃતિ ઇરાનીની પસંદગી થઇ છે..ત્યારે હવે જો આ બંન્ને ઉમેદવાર લોકસભાની ચૂંટણી જીતે તો બંન્ને સભ્યોએ તેઓની પસંદગીની એક બેઠક જાળવી અન્ય એક બેઠક પરથી રાજીનામું આપવું પડે..જો કે રાજ્યસભામાં ભાજપના સંખ્યાબળ પર તેની અસર થવાની સંભાવના નહિવત છે. કારણ કે, હાલ વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ 100ને આંબી ગયું છે. પરિણામે રાજકીય ગણિતની દ્રષ્ટિએ 3 થી વધુ સભ્યો રાજ્યસભામા ભાજપના પસંદગી પામી શકે..તો કોંગ્રેસનું સંખ્યાબળ હાલ 71 છે…ત્યારે રાજકીય ગણિતની દ્રષ્ટિએ 2 સભ્યો પસંદગી પામી શકે છે…એટલે ભાજપને રાજ્યસભામા કોઇ નુક્સાન થવાની સંભાવના નથી. રાજીનામું આપનારા કે લોકસભામાં જીતેલા ઉમેદવાર સામે ભાજપના જ ઉમેદવાર પસંદગી પામવાની શક્યતા વિશેષ રહેલી છે…..