Russia-Ukraine war/ કિવમાં ભારતીય વિધાર્થીને વાગી ગોળી,હોસ્પિટલમાં ખસેડાયા, કેન્દ્રીય મંત્રી વી.કે. સિંહે આપી માહિતી

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી જનરલ (નિવૃત્ત) વીકે સિંહે પોલેન્ડમાં જણાવ્યું હતું કે આજે એવા અહેવાલ મળ્યા હતા કે કિવથી આવી રહેલા એક વિદ્યાર્થીને ગોળી મારી દેવામાં આવી હતી

Top Stories India
1 6 કિવમાં ભારતીય વિધાર્થીને વાગી ગોળી,હોસ્પિટલમાં ખસેડાયા, કેન્દ્રીય મંત્રી વી.કે. સિંહે આપી માહિતી
  • કિવમાં ભારતીય વિદ્યાર્થીને ગોળી વાગી
  • વિદ્યાર્થીને હોસ્પિટલમાં કરાયો દાખલ
  • મોદી સરકારના મંત્રીએ આપ્યું નિવેદન
  • ક્યા રાજ્યનો રહેવાસી તે અંગે કોઇ સ્પષ્ટતા નહીં
    હાલ વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ ઓપરેશન તેજ કરાયું

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી જનરલ (નિવૃત્ત) વીકે સિંહે પોલેન્ડમાં જણાવ્યું હતું કે આજે એવા અહેવાલ મળ્યા હતા કે કિવથી આવી રહેલા એક વિદ્યાર્થીને ગોળી મારી દેવામાં આવી હતી અને તેને મધ્યમાર્ગે પાછા કિવ લઈ જવામાં આવ્યો હતો. અમે ઓછામાં ઓછા નુકસાન સાથે શક્ય તેટલા વધુ બાળકોને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.હાલ સરકાર યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને કાઢવા માટે અથાગ પ્રયત્ન કરી રહી છે.

 

 

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે નવમો દિવસ છે અને આ લડાઈ હવે દિવસેને દિવસે વધી રહી છે. હજુ પણ કેટલાક ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેનની રાજધાની કિવ અને સૌથી મોટા શહેર ખાર્કિવમાં ફસાયેલા છે. રશિયન સેનાએ છેલ્લા 24 કલાકમાં ખાર્કીવ, ચેર્નિહિવ, બોરોદયંકા, મેરીયુપોલમાં ભારે બોમ્બ ધડાકા કર્યા છે. આ હુમલાઓમાં માત્ર 24 કલાકમાં જ 22 લોકોના મોત થયા છે.આ દરમિયાન ભારત સરકારે જણાવ્યું છે કે કિવમાં એક ભારતીય વિદ્યાર્થીને ગોળી મારી દેવામાં આવી હતી, ત્યારબાદ તેને કિવ પરત મોકલી દેવામાં આવ્યો હતો.

પોલેન્ડના પાડોશી દેશ યુક્રેનમાં હાજર કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી જનરલ (નિવૃત્ત) વીકે સિંહે જણાવ્યું છે કે આજે એવા સમાચાર મળ્યા હતા કે કિવથી આવી રહેલા એક વિદ્યાર્થીને ગોળી વાગી હતી અને તેને કિવ મધ્યમાં પરત લઈ જવામાં આવ્યો હતો. અમે ઓછામાં ઓછા નુકસાન સાથે શક્ય તેટલા વધુ બાળકોને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.