નવી દિલ્હી: ભારતના હવાઈ મુસાફરોની ફલાઈટમાં ઈન્ટરનેટ (Internet) વપરાશની પ્રતિક્ષા ટૂંક સમયમાં પૂરી થશે. ટેલિકોમ ડિપાર્ટમેન્ટ દ્વારા ઓકટોબર સુધીમાં 30,000 ફૂટની ઉંચાઈએ ઈન્ટરનેટના વપરાશની મંજૂરી આપવાની તૈયારી કરી રહ્યું છે.
ડીઓટીના એક અધિકારીએ જણાવ્યું હતું કે, અમે ઈન-ફલાઈટ Internet કનેક્ટિવિટીના લાઈસન્સના ધોરણો નકકી કરવાના અંતિમ તબકકામાં છીએ. ટેલિકોમ કંપનીઓને બે મહિનામાં સવિર્સનો વિકલ્પ આપવામાં આવશે. ડીઓટીના અધિકારીઓના જણાવ્યા અનુસાર, અમે આ અંગેની માર્ગરેખાનો મુસદ્દો તૈયાર કરવામાં ટ્રાઈની ગાઈડલાઈન્સને અનુસર્યા છીએ.
ટેલિકોમ ડિપાર્ટમેન્ટ દ્વારા પ્લાનને મંજૂરી આપવામાં આવ્યા પછી કાયદા મંત્રાલયની મંજૂરી આપવામાં આવશે. કાયદા મંત્રાલયની મંજૂરી મળી ગયા પછી વધુ બે સપ્તાહમાં ટેલિકોમ ઓપરેટર્સ અને એરલાઈન્સ સાથે મિટિંગ થઈ છે. કેટલાક સવિર્સ પ્રોવાઈડર્સે ફલાઈટમાં સેવા પૂરી પાડવા માટે રસ પણ દશાર્વ્યો છે.
તેમણે જણાવ્યું હતું કે, લાઈસન્સની ફાળવણી કરવામાં આવ્યા પછી ટેલિકોમ કેરિયર્સ અને ટેલિકોમ કંપનીઓ વચ્ચે કોણે કઈ સવિર્સ લેવી તે મામલે લડાઈ જામી શકે તેવી સંભાવના છે. ટ્રાઈ (ટીઆરએઆઈ)એ ભારતીય અને ઈન્ટરનેશનલ બન્ને એરલાઈન્સને ભારતીય એરસ્પેસમાં લગભગ 9,850 ફૂટની ઉંચાઈ પર વોઈસ અને ડેટા સવિર્સિસ ઓફર કરવાની ભલામણ કરી છે.
ટેલિકોમ કમિશને વિદેશી સેટેલાઈટ્સ અને ગેટવેઝને વિમાનમાં કનેક્ટિવિટી પૂરી પાડવા સિવાયની ટીઆરએઆઈની ભલામણોને પણ મંજૂરી આપવામાં આવી છે. ભારતના ટેલિકોમ સવિર્સ પ્રોવાઈડર્સ દ્વારા પણ ફલાઈટમાં ઈન્ટરનેટ સેવા ઓફર કરવામાં ભારે રસ દર્શાવવામાં આવ્યો છે.
ઈન્ટરનેટ કનેક્ટિવિટી પૂરી પાડવા માટે સર્વિસ પ્રોવાઇડર્સ નક્કી થઈ ગયા પછી વહેલામાં વહેલી તકે વિમાનમાં મુસાફરી કરતા લોકોને ઈન્ટરનેટ કનેક્ટિવિટી મળતાં તેઓ મોબાઈલ ફોન અને ડેટા સર્વિસિંગનો પણ ઉપયોગ કરી શકશે.