જામખંભાળિયા/ જાહેર માર્ગો પર નિર્વસ્ત્ર કરી યુવાન ને માર મારવાના કેસમાં અપરાધીઓ પર પાસા લાગુ કરવા હુકમ

જામખંભાળીયા માં જાહેર માર્ગો પર નિર્વસ્ત્ર કરી યુવાન ને માર મારી વીડિયો વાયરલ કર્યા ના મુદ્દે જિલ્લા કલેકટર દ્વારા પાસા કાર્યવાહી કરવા હુકમ કર્યો…

Top Stories Gujarat Others
godhara 17 જાહેર માર્ગો પર નિર્વસ્ત્ર કરી યુવાન ને માર મારવાના કેસમાં અપરાધીઓ પર પાસા લાગુ કરવા હુકમ
  • દેવભૂમિ દ્વારકા જિલ્લા ના જામખંભાળીયા માં એક યુવાન ને નિર્વસ્ત્ર કરી માર મારવાનો મામલો…
  • જામખંભાળીયા માં જાહેર માર્ગો પર નિર્વસ્ત્ર કરી યુવાન ને માર મારી વીડિયો વાયરલ કર્યા ના મુદ્દે જિલ્લા કલેકટર દ્વારા પાસા કાર્યવાહી કરવા હુકમ કર્યો…
  • જિલ્લા કલેકટરે તમામ પાંચ આરોપીઓ ને પાસા હેઠળ રાજ્ય ની સુરત અને વડોદરા મધ્યસ્થ જેલ માં મોકલવા માં આવ્યા…
  • જામખંભાળીયા માં આઈપીસી કલમ 362 , 342 સહિત ની કલમો મુજબ પોલીસે ગુન્હો દાખલ કર્યો હતો…
  • પાંચ આરોપીની અટકાયત કરવામાં આવી હતી અને પાંચ દિવસના રિમાન્ડ મંજુર કરાયા હતા…
  • કાયદો અનવ વ્યવસ્થા ની પરિસ્થિતિ ને જોતા જિલ્લા પોલીસ વડા એ કલેકટર પાસે પાસા હેઠળ કાર્યવાહી કરવા દરખાસ્ત કરેલ જે અંગે કલેકટરે દેખાસ્ત મંજુર કરવામાં આવી…

@રહીમ ભાઈ ચાકી, દ્વારકા

દેવભૂમિ દ્વારકા જિલ્લા ના મુખ્ય મથક ખંભાળીયા માં યુવાન ને નિર્વસ્ત્ર કરી માર માર્યા ના ગુન્હામાં આરોપીઓ ને પાસા હેઠળ મોકલવા જિલ્લા પોલીસ વડાની દરખાસ્ત ને જિલ્લા કલેકટરે મંજુર કરી તમામ આરોપીઓ ને પાસા ના કાયદા હેઠળ જેલ હવાલે કરવામાં આવ્યા.

દેવભૂમિ દ્વારકા જિલ્લા ના મુખ્ય મથક ખંભાળીયા ખાતે ગત તારીખ 1 ડિસેમ્બર ના રોજ પાંચ લોકો એ જૂની અદાવત માં એક યુવાન નું અપહરણ કરી માર માર્યો બાદમાં નિર્વસ્ત્ર કરી શહેરના અલગ અલગ વિસ્તારોમાં માર માર્યા બાદ પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો આ ઘટના માં તમામ આરોપીઓ વિરુદ્ધ પોલીસે આઈપીસી ની કલમ 362 , 365 , 506 (2) , 120(બી) , 342 સહિત આઇટી એક્ટ કલમ 67 , 66 ઇ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો અને આ ઘટનામાં રાજકોટ રેન્જ આઈજી પણ ખંભાળીયા દોડી આવ્યા હતા બાદમાં સમગ્ર કેસ ની તપાસ જિલ્લા એલસીબી ને સોંપાઈ હતી અને આરોપીઓ ના ચાર દિવસના રિમાન્ડ મંજુર થયા હતા બાદમાં તેઓને જેલ હવાલે કરાયા હતા પરંતુ દેવભૂમિ દ્વાએક જિલ્લાના ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા વિશાલ કુમાર વાઘેલા એ જિલ્લા કલેકટર દેવભૂમિ દ્વારકા ને આ તમામ આરોપીઓ એ કાયદો અને વ્યવસ્થા હાથમાં લઈ યુવાન ને નિર્વસ્ત્ર કરી માર મારી વિડિઓ સોશ્યલ મીડિટમાં વાયરલ કર્યા બાદ ગુજરાત અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા બાબત ના અધિનિયમ ( પાસા ) હેઠળ કાર્યવાહી કરવા માંગ કરી હતી જે અંગે જિલ્લા કલેકટર દ્વારા આજ રોજ પાસા હેઠળ કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો અને તમામ પાંચ આરોપીઓ ને સુરત અને વડોદરા માધાયસ્થ જેલ માં મોકલવામાં આવ્યા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…