વિસ્ફોટ/ નક્કાપલ્લીમાં હેટેરો ફાર્મા કંપનીમાં વિસ્ફોટ, 5 ઘાયલ, 2 ગંભીર

હેટેરો કંપનીમાં વિસ્ફોટ થતાં પાંચ લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા જેમાં બે લોકોની હાલત અતિ ગંભીર બતાવવામાં આવે છે

Top Stories India
17 7 નક્કાપલ્લીમાં હેટેરો ફાર્મા કંપનીમાં વિસ્ફોટ, 5 ઘાયલ, 2 ગંભીર

આંધ્રપ્રદેશના નક્કાપલ્લીમાં હેટેરો કંપનીમાં વિસ્ફોટ થયો હતો ,આ વિસ્ફોટમાં  પાંચ લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા જેમાં બે લોકોની હાલત અતિ ગંભીર બતાવવામાં આવી રહી  છે. આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી હતી અને  અને બચાવ કામગીરી હાથ ધરી હતી,પોલીસ પણ સત્વરે ઘટના સ્થળે પહોંચી હતી અને તમામ ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડયા હતા

ફાયર ટીમે આગ પર કાબુ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવી રહી છે,પોલીસે હાલ અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ક્યા કારણસર બ્લાસ્ટ થયો છે તેની માહિતી હાલ મળી નથી