રાજ્યમાં ડેન્ગ્યુનો કહેર યથાવત જોવામાં આવી રહ્યો છે. ડેન્ગ્યુનાં રાક્ષસે આજે ફરી એક જીંદગી ભરખી લીધી છે અને તંત્ર હાથ પર હાથ મુકી મુક પ્રેક્ષક બની રહ્યું હતું. જી હા જામનગરમાં ફરી ડેન્ગ્યુથી 11 વર્ષિય બાળકીનું મોત નિપજ્યું છે. જામનગરની સર જી.જી. હોસ્પિટલ માં વધુ 14 દર્દીઓ ડેન્ગ્યુ પોઝિટિવનાં તો આત્યારે પણ છે.
આપને જણાવી દઇએ કે જામનગરમાં ડેન્ગ્યુથી મોતનો આંક 20ને પાર થઇ ચૂક્યો છે. પરંતુ તંત્રને મોતની કોઇ કિંમત ન હોય તેમ કોઇ પણ પ્રિવેન્સીવ પગલા લેવામાં આવ્યા અને તેનાથી આ મોતનું તાડવ અટક્યું હોય તેવું હાલ સુધી તો સામે આવ્યું નથી. ડેન્ગ્યુ મામલે જામનગરનું આરોગ્ય તંત્ર સરેઆમ નિષ્ફળ જોવામાં આવી રહ્યું છે. લોકો ડેન્ગ્યુના કારણે ટપોટપ મરી રહ્યા છે અને તંત્ર જોઇ રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.