Not Set/ સુરતમાં બનેલા બનાવ બાદ બોડેલીમાં મામલતદારનું ખાનગી ટ્યુશન ક્લાસીસમાં ચેકિંગ

છોટાઉદેપુર જિલ્લાનાં બોડેલી ખાતે અનેક ખાનગી ટ્યુશન કલાસીસ ચાલુ છે. સુરતનાં બનાવ બાદ બોડેલીમાં જ્યાં જ્યાં આવા ખાનગી ટ્યુશન કલાસો ચાલે ત્યાં બોડેલીનાં મામલતદાર દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. મામલતદાર દ્વારા હોસ્પિટલ અને ટ્યુશન ક્લાસીસ મળી સાત જેટલા સંચાલકોને નોટીસ ફટકારી છે અને ક્ષતિ જણાશે ત્યા સીલ મારવાની પણ કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યુ […]

Gujarat
badoli classis સુરતમાં બનેલા બનાવ બાદ બોડેલીમાં મામલતદારનું ખાનગી ટ્યુશન ક્લાસીસમાં ચેકિંગ

છોટાઉદેપુર જિલ્લાનાં બોડેલી ખાતે અનેક ખાનગી ટ્યુશન કલાસીસ ચાલુ છે. સુરતનાં બનાવ બાદ બોડેલીમાં જ્યાં જ્યાં આવા ખાનગી ટ્યુશન કલાસો ચાલે ત્યાં બોડેલીનાં મામલતદાર દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

મામલતદાર દ્વારા હોસ્પિટલ અને ટ્યુશન ક્લાસીસ મળી સાત જેટલા સંચાલકોને નોટીસ ફટકારી છે અને ક્ષતિ જણાશે ત્યા સીલ મારવાની પણ કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યુ હતું. હાલ તો આ બાબતને લઈ જેમની પાસે ફાયર સેફ્ટીનો અભાવ છે તેવા ટ્યુશન કલાસીસનાં સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. બોડેલીમાં આવા જ એક યુનિક કલાસિસમાં કે જ્યાં 50 જેટલા વિધ્યાર્થીઓ સમાવી શકે છે, જ્યા કંજેસ્ટેડ એવા રૂમમાં બેસીને બાળકો ટ્યુશન મેળવી રહ્યા છે, ફાયર સેફ્ટીનો બિલકૂલ અભાવ છે. આ સમગ્ર બાબતે ખુદ અહીનાં શિક્ષકે પણ કબુલ કર્યું હતું કે ફાયર સેફ્ટીનાં સાધનનો અભાવ છે. અને ટૂક સમયમાં તેની પૂર્તિ કરવામાં આવશે.

અહી ઘોડા છૂટી ગયા પછી તબેલા મારવા જેવી સ્થિતી જોવા મળી છે. ગુજરાત માં બે બે વખત બનાવ બન્યા બાદ પણ તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાતા ગઇકાલે 22 જેટલા બાળકોનાં મોત નિપજ્યાં તો કેટલાક નિર્દોષ બાળકો ગંભીર રીતે ઘવાયા હતા. હવે જો તંત્ર આ બાબતે કડક રીતે સજાગ્ગ નહી થાય તો આવનારા સમયમાં પણ આ બનાવો બનશે જ એ ચોક્કસથી કહી શકાય.