Not Set/ સંબંધોમાં મીઠાસ લાવવા કરો આ કામ, તરોતાજા થશે આપનું જીવન

દૌડધામ ફરી જીંદગીમાં ખુશી માત્ર દેખાવની બની ગઇ છે ત્યારે શું સંબંધોમાં પણ તમને દેખાવ માત્ર મળી રહ્યો છે. પ્રેમ એક તરફ વ્યક્તિને આખી દુનિયાની ખુશીઓ આપે છે, તો બીજી તરફ ખુશહાલ જીવન જીવવાનો ઉત્સાહ પણ. સંબંધોને મજબૂતી આપવાનું કામ પણ પ્રેમ જ કરે છે, પરંતુ કાયમ સમય વીતવાની સાથે-સાથે સંબંધોમાં પણ નિરસતા આવવા લાગે […]

Top Stories Lifestyle
25 Must Follow Relationship Rules for Happy Love સંબંધોમાં મીઠાસ લાવવા કરો આ કામ, તરોતાજા થશે આપનું જીવન

દૌડધામ ફરી જીંદગીમાં ખુશી માત્ર દેખાવની બની ગઇ છે ત્યારે શું સંબંધોમાં પણ તમને દેખાવ માત્ર મળી રહ્યો છે. પ્રેમ એક તરફ વ્યક્તિને આખી દુનિયાની ખુશીઓ આપે છે, તો બીજી તરફ ખુશહાલ જીવન જીવવાનો ઉત્સાહ પણ. સંબંધોને મજબૂતી આપવાનું કામ પણ પ્રેમ જ કરે છે, પરંતુ કાયમ સમય વીતવાની સાથે-સાથે સંબંધોમાં પણ નિરસતા આવવા લાગે છે. એવામાં જરૂરી છે સંબંધોને રિવાઇવ કરવાની, તેમાં નવી ઉર્જા તથા તાજગી લાવવાની અને તેના માટે પ્રેમભર્યા સંબંધોમાં કંઈક નવા અંદાજની જરૂર પડે છે.How Much Affection Is Normal in a Relationship સંબંધોમાં મીઠાસ લાવવા કરો આ કામ, તરોતાજા થશે આપનું જીવન

સંબંધોમાં મીઠાશ લાવવા કરો આટલુ કામ

  1. જો તમે ઈચ્છતા હોવ કે તમારી લવ લાઇફ સારી રીતે પસાર થાય, તો દરેક મહિને ઓછામાં ઓછા ૭ દિવસ એકબીજાની સાથે વિતાવો.
  2. સાથે હરવા-ફરવા માટે બર્થડે, વેલેનટાઇન ડે અથવા આવા કોઈ અન્ય ખાસ દિવસ તમારા પ્રેમને સેલિબ્રેટ કરવાનો પરફેક્ટ દિવસ છે. આવા પ્રસંગે ક્યાંક લોન્ગ ડ્રાઇવ પર જાવ.
  3. જો તમે તમારી ઈચ્છાઓ એક્સપ્રેસ કરતા ખચકાવ છો તો એવામાં તમે એવી સ્ટોરીઝની પુસ્તકો ખરીદીને લઈ આવો. તેની સુંદર પેકિંગ કરીને તમારા પાર્ટનરને ભેટ કરો, તેને તમે બંને ક્યાંક બહાર કોઈ રોમેન્ટિક સ્થળ પર અથવા ખુશનુમા શાંત જગ્યાએ બેસીને ભેગા મળીને વાંચી શકો છો.
  4. લગ્ન પછી પણ પ્રેમનો ઇઝહાર કરવો જોઈએ. ઓશીકા પાસે એક ગુલાબનું ફૂલ અને‘આઇ લવ યૂ’નો એક લેટર મૂકવો પણ પ્રેમના ઇઝહારની રોમેન્ટિક સ્ટાઇલ છે.
  5. પ્રેમમાં સસ્પેન્સ અને એક્સાઇટમેન્ટ જરૂરી છે. જો પાર્ટનર પ્રેમની અભિવ્યક્તિની બાબતમાં કંઈક અપ્રત્યાશિત અથવા સરપ્રાઇઝની ઉમ્મીદ કરે છે, તો તેમને કંઈક અનોખા લવ કૂપન્સ આપો. પાર્ટનરને કહો કે આ કૂપન્સનો ઉપયોગ તે મસાજ, સ્પા અને યાદગાર હોલિડે પ્લાન માટે કરી શકે છે. જેટલું વધુ બની શકે, ઇનોવેટિવ બનો.
  6. ડિનર પર લઈ જાવ. તમે તમારા કામમાં કેટલાય વ્યસ્ત કેમ ન હોવ, પરંતુ તમારી પત્ની માટે થોડો સમય ચોક્કસ નીકાળો અને તેને ડિનર પર ચોક્કસ લઈ જાવ.
  7. સ્માઇલ દરેક દર્દની દવા છે, તમામ મેરેજ કાઉન્સલર્સનું પણ માનવું છે કે સ્માઇલ સંબંધોને મજબૂત બનાવવામાં ખાસ ભૂમિકા અદા કરે છે.