Not Set/ કૂતરાનો શિકારી દીપડો કેવો આવ્યો સાણસામાં, જુઓ વીડીયો

બગસરા પાસેના નવા વાઘણીયા ગામે દિપડો અકસ્માતે કુવામાં પડી જતાં રેંજ ફોરેસ્ટ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ત્રણેય કલાક ઉપરાંતની ભારે જહેમત બાદ દીપડાને સહિ સલામત બહાર કાઢવામા આવ્યો હતો. અમરેલી જીલ્લાના બગસરા પાસેના નવા વાઘણીયા ગામે દિપડો અકસ્માતે કુવામાં પડી જતાં રેંજ ફોરેસ્ટ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઘટનાની […]

Top Stories
dog કૂતરાનો શિકારી દીપડો કેવો આવ્યો સાણસામાં, જુઓ વીડીયો

બગસરા પાસેના નવા વાઘણીયા ગામે દિપડો અકસ્માતે કુવામાં પડી જતાં રેંજ ફોરેસ્ટ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ત્રણેય કલાક ઉપરાંતની ભારે જહેમત બાદ દીપડાને સહિ સલામત બહાર કાઢવામા આવ્યો હતો. અમરેલી જીલ્લાના બગસરા પાસેના નવા વાઘણીયા ગામે દિપડો અકસ્માતે કુવામાં પડી જતાં રેંજ ફોરેસ્ટ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ઘટનાની જાણકારી મુજબ, બગસરા તાલુકાના નવા વાઘણીયા ગામે કિશોરભાઈ રવજીભાઈ ડાભીની પોતાની વાડીના કુવામાં દિપડો અકસ્માતે કુવામાં પડી જતાં ગામના સરપંચને જાણ કરવામાં આવતાં રેંજ ફોરેસ્ટ રવિનાબેન દાફડા સહિતની તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

રેસ્ક્યુ ટીમ અમરેલી ઘટના સ્થળે આવીને રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું, તે પછી ત્રણેયક કલાક ઉપરાંતની જહેમત બાદ દિપડાને સહિ સલામત બહાર કાઢવામાં આવ્યો.

જયારે દિપડો એક કુતરાના શિકાર કરવા માટે તેની પાછળ દોડ્યો હતો તે સમયે અચાનક બંને જણા કુવામાં પડી ગઈ ગયા હતાં. દિપડાને  તેમજ કુતરાને બહાર કાઢવામા આવેલ હાલ બનેને કોઈ જ ઇજા થયેલ નથી.

પરંતુ હાલ સરપંચ દક્ષાબેન બાબરીયાની સુચકતાથી વિલમ કર્યા વિના ફોરેસ્ટ વિભાગ ને જાણ કરતા એક સાથે બે જીવ બચાવવા બદલ રેંજ  ફોરેસ્ટર કુંકાવાવ વિભાગના રવિનાબેન દાફડા તથા તેમની ટીમનો આભાર માન્યો હતો.