Not Set/ જુઓ, આજની હેડલાઈન્સ

6:30 સુરતઃ કતારગામથી રાંદેર તરફ જતા સર્કલ પાસે હાઇટેંશન વાયર રસ્તા પર તૂટી પડયો હતો. આ વાયર તુટયા બાદ કોઈ કામગીરી કરવામાં આવી હતી. જેના કરણે ૩ લોકોને કરંટ લાગ્યો હતો. કરંટ લાગવાથી લોકોમાં ભય છવાઈ ગયો હતો. ——————————————————————————————————પાટણઃ રાધનપુરના પેમનગર પાટીયા પાસે રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.  અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક […]

Gujarat
PARTH 5 જુઓ, આજની હેડલાઈન્સ

6:30

સુરતઃ કતારગામથી રાંદેર તરફ જતા સર્કલ પાસે હાઇટેંશન વાયર રસ્તા પર તૂટી પડયો હતો. આ વાયર તુટયા બાદ કોઈ કામગીરી કરવામાં આવી હતી. જેના કરણે ૩ લોકોને કરંટ લાગ્યો હતો. કરંટ લાગવાથી લોકોમાં ભય છવાઈ ગયો હતો.

——————————————————————————————————પાટણઃ રાધનપુરના પેમનગર પાટીયા પાસે રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.  અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક ફરાર થયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત ત્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો હતો. ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

—————————————————————————————————નવસારીઃ બીલીમોરાની કે.બી.પટેલ સ્કુલની ધો.૧૨ ની વિદ્યાર્થીનીએ ગણદેવીના દેવધા ડેમ પરથી  જંપ લગાવી પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. અગમ્ય કારણોસર તેણે આપધાત કર્યો હતો. ગણદેવીના દેવધા ડેમ સ્થાનિકોએ મૃતદેહ બહાર કાઢ્યો હતો.

—————————————————————————————————-બનાસકાંઠા:  થરાદ ગામ પાસે નર્મદા કેનાલમાં યુવકે છલાંગ લગાવી પોતાનું જીવન ટુંકાવ્યું હતું. અગમ્ય કારણોસર યુવકે  કેનાલમાં ઝંપલાવ્યું છે. બચાવ કર્મીઓ દ્વારા યુવકની શોધખોળ હાથ ધરાઈ હતી. ઘટનાની જાણ થતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.

—————————————————————————————————–

1:00

મેઘરજ:  કદવાડી ગામની પ્રાથમિક શાળાના શિક્ષકે શાળામાં અભ્યાસ કરતી  વિદ્યાર્થી ની છેડતીની ઘટના સામે આવી છે. આ ઘટના મામલે બધું તપાસ  જિલ્લા વિકાસ અધિકારી  સોપવામાં આવી છે.

——————————————————————————————————

માલપુર:  લાલજીના પહાડીયા ગામેથી  છ દિવસ પહેલા ગુમ મહિલાની લાશ માળી આવી હતી. આ મહિલાની લાશ  તાલુકાના વાવડી તળાવ માંથી મળી હતી. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ઘરી છે.

—————————————————————————————————-

દિલ્હી: ફિલ્મ નિર્માતા સંજય લીલા ભંસાલીએ પદ્માવત રાજ્યોમાં રિલીઝ પર પ્રતિબંધનો મુદ્દે સુપ્રીમકોર્ટમાં અરજી કરી હતી. જેને લઇ  સુપ્રીમકોર્ટનો મહત્વપૂર્ણ આદેશ  આપ્યો હતો. કે પદ્માવત હવે સમગ્ર રાજ્યોમાં ૨૫ જાન્યુઆરીએ રિલીઝ કરવામાં આવશે.

——————————————————————————————————

દિલ્હી:  ગાઢ ધુમ્મસથી દિલ્હીમાં ભારે અસર જોવા મળી છે. આ ધુમ્મસના મામલે રેલ વ્યવહાર ખોરવ્યો હતો. જેને  કરણે દિલ્હીમાં ૩૯ ટ્રેન મોડી પડી હતી. અને ૫ ટ્રેન રદ્દ કરવામાં આવી હતી.

——————————————————————————————————

અમરેલી: બગસરાના નવા વાઘણીયા ગામની ઘટના સામે આવી. શ્વાન પાછળ દોટ મૂકતાં દીપડો બંને કૂવામાં ખાબક્યોતા સ્થાનિક લોકોના ટોળે ટોળાં ઉમટી પડ્યા હતા.  આ મામલે  વનવિભાગ ટીમે દીપડાને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી.

——————————————————————————————————