ગીગા ભમ્મર/ આહિરો અંગે ગીગા ભમ્મરની વિવાદાસ્પદ ટિપ્પણી

તળાજા ખાતે આહિર સમાજના સમૂહ લગ્નના આયોજનમાં ગીગા ભમ્મરના નિવેદનોએ સમગ્ર ગુજરાતમાં વિવાદનો વંટોળ વેદા કરી દીધો છે.

Top Stories Ahmedabad Gujarat
YouTube Thumbnail 2024 02 20T124244.210 આહિરો અંગે ગીગા ભમ્મરની વિવાદાસ્પદ ટિપ્પણી

તળાજા : તળાજા ખાતે આહિર સમાજના (Aahir Community) સમૂહ લગ્નના આયોજનમાં ગીગા ભમ્મર (Geega Bhammar)ના નિવેદનોએ સમગ્ર ગુજરાતમાં વિવાદનો વંટોળ વેદા કરી દીધો છે. આ વિડીયોમાં ગીગા ભમ્મર બોલી રહ્યા છે કે આહિરોએ સુરતમાં ન રહેવું જોઈએ. સુરતમાં જે આહિરો રૂપિયા કમાઈ રહ્યા છે તે 15થી 20 ટકા વ્યાજના રૂપિયા છે. તેમણે જણાવ્યું હતું કે અહીં ભેસો ચારશો તો ચાલશે, પરંતુ આવા વ્યાજના રૂપિયા ન લેવાય. આ સિવાય આહિરો દેહ વ્યાપાર દ્વારા પણ રૂપિયા કમાતા હોવાનો દાવો ગીગા ભમ્મર કરી રહ્યા છે.

આહિર સમાજમાં ગીગા ભમ્મરના નિવેદનને લઈને ભારે આક્રોશ છે. કેટલાય આહિર આગેવાનોએ તો ગીગા ભમ્મરના નિવેદનોને ભમ્મરિયા કૂવા જેવા ગણાવ્યા હતા. પોતાના જ સમાજના આગેવાનના આ પ્રકારના નિવેદનોએ હિર સમાજને ક્ષોભજનક સ્થિતિમાં મૂકી દીધો છે.

તેમણે આ ઉપરાંત જણાવ્યું હતું કે આહિર સમાજ અફીણનો બંધાણી છે. આહિર સમાજ મહિને એક કરોડ રૂપિયાનું અફીણ પી જાય છે. તેની સાથે તેમણે જણાવ્યું હતું કે અમારા સમયમાં પોલીસવાળા પણ મારી પાસે બદલી કરાવવા આવતા હતા. આ રીતે જાહેરમાં ગુજરાતના કોઈ આગેવાને પહેલી વખત જણાવ્યું છે કે પોલીસવાળા પણ તેમની પાસે બદલી કરાવવા આવતા હતા.

વીડિયોમાં ગીગા ભમ્મર બોલી રહ્યા છે કે, આહીરોએ સુરતમાં ન રહેવું જોઇએ. જે આહીરો સુરતમાં પૈસા કમાઇ રહ્યા છે તે 15-20 ટકા લેવાયેલા વ્યાજના પૈસા છે. આ ઉપરાંત આહીરો દેહ વ્યાપાર દ્વારા પણ પૈસા કમાતા હોવાનો વીડિયોમાં ગીગા ભમ્મર દાવો કરી રહ્યા છે. આટલું જ નહી તેઓ કોઇ ઇચ્છે તો તેને પુરાવા આપવાની પણ વાત કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે, આપણે સમાજ કે માનવતા સાથે રહેવાનું છે કે, પૈસા સાથે. જો કોઇ સુરતમાં હોય તો તેઓ પરત આવી જાય. અહીં ભેંસો ચારશો તો ચાલશે પરંતુ આવા વ્યાજ કે દેહ વ્યાપારના પૈસા ન લેવા જોઇએ.

ગીગા ભમ્મરે આવા વિવાદાસ્પદ નિવેદન કંઈ પહેલી જ વખત કર્યા નથી. તે પહેલા પણ આ પ્રકારના નિવેદનો કરી ચૂક્યા છે. આ વિડીયોના લીધે ચારણોમાં હજી આક્રોશ યથાવત્ છે. તેમના ચારણ સમાજના નિવેદનને લઈને અલગ-અલગ સ્થળો પર ફરિયાદો અને આવેદનોનો દોર ચાલી રહ્યો છે. આ મામલે ગીગા ભમ્મર પોતે માફી માંગે તેવી માંગ થઈ રહી છે. જો કે ગીગા ભમ્મરના પુત્ર આ અંગે પહેલા વિવિધ માધ્યમો દ્વારા માફી માંગી ચૂક્યા છે.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ