Not Set/ UNSC/ રશિયાનાં રાજદ્વારી દ્વારા ખોલવામાં આવ્યા બંધ બારણાની બેઠકનાં રાઝ

UNSCમાં ચીન દ્વારા બોલાવાયેલી કાશ્મીર મામલે બંધ બારણાની બેઠક મામલે  રશિયાએ પોતાની સ્થિતિ સ્પષ્ટ કરતા ભારતમાં રશિયાના રાજદૂત નિકોલે કુડાશેવ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, જ્યાં સુધી યુએનએસસીની અંદરની આ મામલે ચર્ચાની વાત છે, ત્યાં સુધી અમે આ મુદ્દાને સંયુક્ત રાષ્ટ્રની કાર્યસૂચિમાં લાવવાની તરફેણમાં નથી રહ્યા. નિકોલે કુડાશેવએ વધુમાં જણાવ્યું હતું કે, આ મસલો સંપૂર્ણ […]

Top Stories World
rashiya UNSC/ રશિયાનાં રાજદ્વારી દ્વારા ખોલવામાં આવ્યા બંધ બારણાની બેઠકનાં રાઝ

UNSCમાં ચીન દ્વારા બોલાવાયેલી કાશ્મીર મામલે બંધ બારણાની બેઠક મામલે  રશિયાએ પોતાની સ્થિતિ સ્પષ્ટ કરતા ભારતમાં રશિયાના રાજદૂત નિકોલે કુડાશેવ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, જ્યાં સુધી યુએનએસસીની અંદરની આ મામલે ચર્ચાની વાત છે, ત્યાં સુધી અમે આ મુદ્દાને સંયુક્ત રાષ્ટ્રની કાર્યસૂચિમાં લાવવાની તરફેણમાં નથી રહ્યા.

નિકોલે કુડાશેવએ વધુમાં જણાવ્યું હતું કે, આ મસલો સંપૂર્ણ પણે દ્વિપક્ષીય બાબત છે જેના પર સિમલા કરાર અને લાહોર ઘોષણાને આધારે ભારત અને પાકિસ્તાન દ્વારા જ ચર્ચા કરી શકાય.

ભારતમાં રશિયન રાજદૂત નિકોલે કુડાશેવ દ્વારા વિદેશી રાજદ્વારીઓની કાશ્મીર મુલાકાત પર જણવ્યું હતું કે, મને નથી લાગતું કે મારા માટે કાશ્મીર પ્રવાસ કરવાનું કોઇ કારણ હોય. જ્યાં સુધી જમ્મુ અને કાશ્મીરની વાત છે, આ તમારી(ભારતની) આંતરિક બાબત છે જે અને તે ભારતના બંધારણ સાથે જોડાયેલી જગ્યા છે. જે લોકોને કાશ્મીરની પરિસ્થિતિ અંગે ચિંતા છે, જેઓ કાશ્મીરમાં ભારતીય નીતિઓને લઇને શંકા કરે છે, તેઓ ઇચ્છે તો કાશ્મીર મુસાફરી કરી શકશે. તેઓ પોતાની જાતે જ કાશ્મીરની સ્થિતિ શકે છે. અમે તેને ક્યારેય શંકાથી જોયું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.