વિશાખાપટ્ટનમનાં મેદાન પર ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બીજી વનડે મેચમાં વિરાટ સેનાએ કેરેબિયન ટીમને 107 રનથી હરાવી શ્રેણીમાં 1-1થી બરાબર કરી દીધી છે. ભારતીય ટીમ તરફથી ઓપનર રોહિત શર્મા (159) અને કે.એલ. રાહુલે (102) ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતર્યા હતા અને નિર્ધારિત 50 ઓવરમાં 5 વિકેટનાં નુકસાન પર 387 રનની ભાગીદારી કરી હતી. જેના જવાબમાં કેરેબિયન ટીમ 280 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી.
જો કે, આ મેચમાં, એક એવો રેકોર્ડ બન્યો જે વનડે ક્રિકેટમાં ક્યારેય બન્યો નથી. આ મેચમાં જ્યાં પહેલા કેપ્ટન વિરાટ કોહલી પ્રથમ બોલ પર આઉટ થયો હતો, બીજી ઇનિંગમાં વેસ્ટ ઇન્ડીઝનો કેપ્ટન કિરેન પોલાર્ડ પણ પ્રથમ બોલ પર ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફર્યો હતો. વન ડે ક્રિકેટનાં 48 વર્ષોમાં આ પહેલી વાર થયુ જ્યારે બંને ટીમોનાં સુકાની ગોલ્ડન ડકનો શિકાર બન્યા છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી 6 વર્ષ પહેલા વનડે ક્રિકેટમાં ગોલ્ડન ડકનો અંતિમ શિકાર થયો હતો.
ભારતીય ઇનિંગ્સમાં પ્રથમ વિકેટ માટે 227 રનની ભાગીદારી બાદ કપ્તાન વિરાટ કોહલી ક્રીઝ પર આવ્યો હતો. બોલિંગ કરવા આવેલા કેરેન પોલાર્ડે ભારતીય કેપ્ટનને ધીમી બાઉન્સર ફેંકી હતી. ગતિને ઓળખી ન શકતા વિરાટ કોહલીએ ઝડપથી શોટ રમવાનો પ્રયત્ન કર્યો હતો અને મિડવીકેટ પર ઉભેલા રોસ્ટન ચેઝને સરળ કેચ પકડાવી દીધે હતો.
વળી, બીજી ઇનિંગ્સમાં જ્યારે વેસ્ટ ઇન્ડીઝ તરફથી 47 બોલમાં 47 રન બનાવીને નિકોલસ પૂરણ પેવેલિયન પરત ફર્યો ત્યારે સુકાની પોલાર્ડ મેદાન પર ઉતર્યો હતો. તે પહેલા બોલને જ્યારે રમવા ગયો ત્યારે તેના બેટની સાઇડમાં બોલ અડીને વિકેટકીપર પંતનાં હાથમાં ગયો હતો, જ્યા તેણે કોઇ ભૂલ કર્યા વિના તે કેચ આસાનીથી પકડી લીધો હતો, અને આ રીતે પોલાર્ડ પણ પહેલી જ બોલમાં આઉટ થઇ ગઇને પેવેલિયન પરત ફર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.